ગરવી તાકાત મહેસાણા : આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજનીતીમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેનાની રચના કરી ગામે ગામે સમાજના લોકોને જાેડી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આવતા તમામ ગામો વિપુલ ચૌધરી જઈને સભાઓ ગજવીને આગામી ચૂંટણીમાં ઝંપલાવવની પણ ઈચ્છા વ્યકત કરી ચૂક્યા છે. પાર્ટી વિસનગર વિધાનસભા બેઠક ઉપર ટિકીટ આપશે તો વીસ હજાર મતોથી વિજય હાંસિલ કરવાનો પણ હુંકાર વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો.
આજ રોજ મહેસાણાના રામોસણા પુલ પાસે આવેલા અર્બુદા ભવન ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની કારોબારી યોજાઈ હતી. જેમાં અર્બુદા સેનાના અગણીયો ઉપસ્થિત રહ્યા હતા. આ જિલ્લા કારોબારીમાં દૂધ છાસ પર લાગેલા જીએસટી ને રદ કરવા માટે એકસૂર થઈને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેમજ અમુલની પ્રોકડટ પર જીએસટી રદ કરવા અથવા ઘટાડવા પણ માંગણી કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ઓબીસી સમાજને થઈ રહેલા અન્યાયો પર અર્બુદા સેનાને ઠરાવ કર્યો હતો. ય્ઁજીઝ્ર એ પરિણામાં સમાજને કરેલ અન્યાય બાબતે ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો અને સ્થાનીક ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઓબીસી સમાજને ૨૭% અનામત આપવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને સૌ ઉપસ્થિતિ નાગરીકોએ વધાવી લઈને વિપુલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારાથી વાતાવરણ ગુંજવી કાઢયું હતું.