સતલાસણામાં કિશોરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને મહેસાણા કોર્ટેએ 20 વર્ષની સજા ફટકારી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં અવારનવાર કિશોરીને ભગાડી જઇ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાની ઘટનાઓ દિવસેને દિવસે પ્રકાશમાં આવતી હોય છે. જેમાં 2 વર્ષ અગાઉ સતલાસણા ખાતેથી લગ્નની લાલચ આપી કિશોરીને ભગાડી ગયા બાદ દુષ્કર્મ આચરનાર આરોપીને મહેસાણા પોક્સો કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે

મહેસાણામાં આવેલા સતલાસણા તાલુકાની એક કિશોરીને ધારાવાણીયા શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો, જ્યાં તેણે લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સતલાસણા પોલીસ મથકમાં આ મામલે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર મામલો મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આવતા સરકારી વકલી સી.વી.ચૌધરીની દલીલો આધારે કોર્ટ આરોપીને સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ પી.એસ.સોનીએ 20 વર્ષની સખત કેદની સજા 9 હજાર રૂપિયા દંડ અને ભોગ બનનાર કિશોરીને રૂપિયા 6 લાખ વળતર ચૂકવવાની સજા ફરકારી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.