મહેસાણા કોર્ટ : 26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપીઓના જામીન નામંજુર !

શેર કરવા અહીં ક્લિક કરો.

આજથી લગભગ એક માસ અગાઉ મહેસાણાના નુગર પાસેથી પોલીસે 26.30 લાખના મુ્દ્દામાલ સાથે 2 રાજેસ્થાની શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ મહેસાણા કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

મહેસાણા પોલીસે બાતમી આધારે રાજેસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહેલ એક ટ્રકને નુગર પાસેથી  16 લાખના દારૂ સાથે ઝડપી પાડી હતી. જેમાં બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બન્ને શખ્સ રાજેસ્થાનના હોવાનૂુ સામે આવ્યુ હતુ. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલમાં ધકેલ્યા હતા. પરંતુ આ  કેસની ઉંડાણપુર્વક તપાસ થાય તે દરમ્યાન ઝડપાયેલ આરોપીઓ શર્મા નરવીરસિંગ રામચંદ્ર અને રાજપૂત મોહનલાલ ઉદારામે પોતાની જામીન અરજી મહેસાણા કોર્ટમાં દાખલ કરી હતી.

આ પણ વાંચો – ફાયર વિભાગમાં 25-25 હજાર ઉઘરાવવા મામલે વિપક્ષની ચીફ ઓફીસરને રજુઆત – યોગ્ય તપાસ થાય તો અનેક લોકોની સંડોવણી સામે આવશે !

આ અરજીની સુનવણી દરમ્યાન સરકારી વકીલ પરેશ દવેએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, મોટા પ્રમાણમાં ગેરકાયદેસરનો દારૂ ઝડપાયો છે.  ઝડપાયેલ આરોપીઓએ કબુલ્યુ છે કે તેમને આ દારૂની હેરફેર કરવા માટે 60 હજારનુ ભાડુ નક્કી કર્યુ હતુ. તેઓ જાણતા હતા કે, ગુજરાતમાં દારૂની પાંબદી છે તેમ છતાં તેઓએ આ ગુન્હાીત પ્રવૃતી આચરી હતી. એવામાં આ કેસમાં સામેલ દલપતસીંહ નામના  આરોપીને પણ પકડવાના પણ બાકી છે ત્યારે કેસની તપાસ વચ્ચે આ આરોપીઓને છોડવા યોગ્ય ગણાશે નહી. જેથી સરકારી વકીલની દલિલને આધારે ડ્રીસ્ટ્રીક્ટ જજ મહેસાણા પી.જી.ગોકાણીએ આરોપીઓના રેગ્યુલર જામીન નામંજુર કર્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.