કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નાના એવા નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર થયેલ જીવલેણ હુમલા બાબતે આજરોજ મહેસાણા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ સૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ પી રાઠોડ દ્વારા મહેસાણા જિલ્લાના અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ નગીનભાઇ પરમાર, હિતેશભાઈ પરમાર, અરવિંદભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કલેકટરશ્રી આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી.
શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર ફટાકડાની લારીઓ અને સ્ટોલ ખડકાયા-પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડા બજાર નજીક કારમાં આગ ભભૂકી,અફરા તફરી
આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં બનતા અનુસૂચિત જાતિના પરિવારો ઉપર બનતા બનાવ ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ પરિવાર ઉપર બનેલ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વોને ઝડપીમાં ઝડપી જેલના હવાલે કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.