પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૦)

પોલીસ અધિક્ષકશ્રી મહેસાનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મહેસાણા વિભાગ, નાઓના માર્ગદર્શન હેઠળ મહેસાણા હેઠળ મહેસાણા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના P.S.I સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન હકીકત મળેલ કે,મહેસાણા ઇન્દિરા નગરમાં આવેલ મ.નં.૨૬ આગળ ખુલ્લી ઓસરીમાં કેટલાક ઇસામો જાહેરમાં પોતાના આર્થિક ફાયદા સારૂ પત્તા-પાનાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે સદરી જગ્યાએ રેઇડ કરતા કાન્તીભાઈ ધુળાજી ઠાકોર રહે.મહેસાણા, ૨૬, ઇન્દીરાનગર, મંજીલસિંહ દિલીપસિંહ સૂર્યવંશી રહે.મહેસાણા, ૧૧ ઇન્દીરનગર, શૈલેશભાઈ રઘુભાઈ ઠાકોર રહે.મહેસાણા, ઇન્દીરાનગર, સંજયકુમાર કિરીટભાઈ રાવળ રહે.મહેસાણા ૧૧૧, ઇન્દીરાનગર સાઈબાબાની, જયેશકુમાર કમલેશજી ઠાકોર રહે-મહેસાણા ભોયારવાસવાળાઓ તેમજ રોકડ-રકમ કુલ રૂ:૧૧,૧૦૦/- તથા જુગારના સાધન સાહિત્યોના મુદ્દામાલ સાથે પકડી પાડી મહેસાણા શહેર એ-ડીવીઝન પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Contribute Your Support by Sharing this News: