મહેસાણા એલસીબીએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ધીણોજના અંદરના રસ્તાઓમાંથી એક વાહન પાસ પરમીટ વગરના દારૂ સાથે મહેસાણા તરફ આવી રહેલ છે. જેથી પોલીસની ટીમે વોચ ગોઠવી આરોપીને 3.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
મહેસાણા એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, વાહન નંબર GJ-02-DE-0326 વાળુ વાહન ધીણોજના અંદરના રસ્તાઓથી મહેસાણા તરફ આવી રહેલ છે. જેમાં ગેરકાનુની વિદેશી શરાબ ભરેલો છે. આથી પોલીસની ટીમે બોદલા ગામે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સદર વાહન પસાર થતાં તેને રોકવામાં આવ્યુ હતુ. પરંતુ વાહન ચાલકે નહી રોકતા પોલીસે તેનો પીછો કરી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો – વાહ, ક્યા હીમ્મત હૈ !! દલિત યુવતીના ઘરમાં ઘુસી રેપનો કર્યો પ્રયાસ, કીડનેપીંગની પણ આપી ધમકી !
પુછપરછમાં ઝડપાયેલ આરોપીનુ નામ પઠાણ મુર્તુઝાખાન ઉર્ફે ફિરોજખાન શીલાવરખાન, રહે – 32 અલીફ રેસીડેન્સી, શોભાસણ રોડ, તા.જી મહેસાણા વાળો હોવાનુ સામે આવ્યુ હતુ. આ સીવાય જેને દારૂનો જથ્થો ભરી આપ્યો હતો તેઓના નામ (1) પઠાણ અફઝલખાન અસફખાન, (2) પઠાણ અયુબખાન શીલાવરખાન, બન્ને રહે – તાહેરપુરા, એડનવાલા હાઈસ્કુલની પાસે સીધ્ધપુરવાળા હોવાનુ ખુલ્યુ હતુ. આથી એલસીબીની ટીમે દારૂની બોટલો કિમંત રૂપીયા 28,260/-, રોકડ,મોબાઈલ તથા વાહન કુલ કિમંત 3,31,460/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપી સહીત 3 વિરૂધ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.