જ્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે,મહેસાણમાં પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદ છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે.

મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ઝરમર પરંતુ સતત વરસાદના કારણે કુલ 44 MM વરસાદ પડી ચુક્યો છે. જેનાથી નાળા થોડા સમય માટે ભરાઈ ગયા હતા. સમગ્ર જીલ્લામાં પણ ધીમીધારે વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સમગ્ર જીલ્લાની વાત કરીયે તો સાર્વત્રીક વરસાદ જોવા મળ્યો છે. બેચરાજીમાં 18 મીમી, ખેરાલુમાં 40 મીમી, વડનગરમાં 22 મીમી, વિસનગરમાં 29મીમી, સતલાસણામાં 18મીમી, ઉંઝામાં 68મીમી, જો઼ટાણામાં 26 મીમી વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ યથાવત છે.

Contribute Your Support by Sharing this News: