પોક્સો ગુના હેઠળ નાસતો ફરતો પરપ્રાન્તીય આરોપી ઉત્તર પ્રદેશમાથી ઝડપાયો : મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના વાયરસની બીજી લહેર બાદ મહેસાણા પોલીસ એક્શનમાં આવી છે અને એક બાદ એક ગુનાના ભેદ ઉકેલી રહી છે. જેમાં આજે ફરિવાર એક ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા પોલીસની ટીમે પોક્સો તથા અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને છેક ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ પોસ્કો તથા અપહરણના ગુના હેઠળ કેસ દાખલ થયો હતો. જેમાં તેને સગીરનુ અપહરણ કર્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. જે આરોપીનુ નામ રાજન નરેશ ચોરસીયા, રહે- પરસીયા, પપરપંતી,ઉત્તરપ્રદેશવાળો હોવાનુ જાણવા મળ્યુ હતુ. તપાસ વચ્ચે મહેસાણા એસઓજીની ટીમે એન્ટી હ્યુમેન ટ્રાફીકીંગ યુનીટની મદદથી તથા સર્વેલન્સની મદદથી આરોપીને ટ્રેક કર્યો હતો. જેમાં સામે આવ્યુ હતુ કે, સદર આરોપી હાલ તેના વતનમાં છે. જેથી મહેસાણા એસઓજીની ટીમે એન્ટી હ્યુમેન ટ્રાફીકીંગની મદદથી આરોપીને સ્થળેથી દબોચી લીધો હતો. આરોપીને મહેસાણા લાવ્યા બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.