મહેસાણાના નુગર બાયપાસ નજીકથી એક નવજાત બાળકી મળી આવી છે. ઝાડીઓમાંથી બીનવારસી નવજાત બાળકી મળી આવતા લોકો એકઠા થઈ ગયા હતા. નવજાત બાળકીને કોઈ અજાણ્યા શખ્ય ત્યજી દેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા શહેરના નુગર બાયપાસ નજીક આવેલ ઝાડીઓમાં બાળકના રડવાનો અવાજ આવતા નજીકમાંથી પસાર થતાં રાહદારીઓ એકઠા થવા લાગ્યા હતા. બાળકી જીવીત હોવાથી લોકોએ પ્રશાસનો સંપર્ક સાધ્યો છે. તંત્ર દ્વારા બાળકીને સરકારી આશરામાં મોકલવામાં આવશે. ત્યારે આ બાળકીને ત્યજી દેનાર ઈસમો વિષે પણ તપાસ શરૂ હાથ ધરવામાં આવશે.