સાત આરોપીઓ હોળી ધુળેટીનો તહેવાર મનાવવા ઘરે આવ્યાં હોવાની માહિતી મળતાં પોલીસે ઝડપી પાડ્યાં
મારામારી સહિત વિવિધ કલમો હેઠળ પોલીસ પકડથી આરોપીઓ નાસતા ફરતા હતા
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – મહેસાણા શહેર એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 0013 મુજબના મારામારીના ગુન્હામાં તથા નામદાર કોર્ટ દ્વારા જુદા જુદા ગુન્હાઓમાં સજા પામેલ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટવાળા પોલીસ પકડથી નાસતા ફરતા સાતને મહેસાણા એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલ્યાં હતા.
વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એ ડિવિઝન પી.આઇ રોમા ધડુકના નેતૃત્વમાં પીએસઆઇ બી.આર.પટેલ, એહેકો. વિષ્ણુભાઇ, નિખીલકુમાર, એએસઆઇ દિનેશભાઇ, ઓહેકો. શૈલેષકુમાર, એપોકો. બિપીનકુમાર, સંજયભાઇ, લખધીરકુમાર સહિતની ટીમ જુદા જુદા ગુનાઓમાં તથા સીઆરપીસીની કલમ 70 મુજબના વોરંટવાળા ઇપીકો 326, 324, 323, 504, 506 (2), 114 જીપીએક્ટની 135 મુજબના ગુનામાં નાસતા ફરતા સાત આરોપી
ઠાકોર અનિલ સોમાજી, ઠાકોર રઘુ સોમાજી, ઠાકોર કુમુદબેન રઘુજી રહે. સંજયનગર સોસાયટી, ઉચરપી રોડ, તાજી. મહેસાણા તથા ઠાકોર પ્રકાશ બાબુજી, પાટીદાર નગરની સામે, સાંઇબાબા રોડ, મહેસાણા, ઠાકોર રવિજી બચુજી રહે.ઊંડી ફળી મહેસાણા, રાવળ પ્રકાશ ગોવિંદભાઇ રહે. નિર્ણયનગર સોસાયટી, માનવ આશ્રમ ચોકડી, મહેસાણા આ તમામ આરોપીઓ હોળી ધુળેટીના દિવસે ઘરે આવ્યાં હોવાની માહિતી મળતાં મહેસાણા એ. ડિવિઝનની ટીમ ઘરે પહોંચી તમામ સાત આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.