મહેસાણાના કડી નજીક આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે મહેસાણાના કડી નજીક આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે બનેલી આ ઘટનામાં હજુ સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે.કડી પાસે આવેલી શાકો ફ્લેક્સ નામની કંપનીમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. જેના પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયર બ્રિગેડ દ્વારા ગઇકાલ રાતથી જ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરાઇ રહ્યાં છે. જોકે, મહદઅંશે આગ કાબુમાં આવી છે પણ આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.આ ઘટનાને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. સાથે જ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Contribute Your Support by Sharing this News: