મહેસાણા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન નકલી પોલીસને ઝડપી પાડી છે. પકડાયેલ આરોપી અગાઉ હોમગાર્ડમાં નોકરી કરતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેેને નોકરી છોડી હતી. પોલીસને ટ્રક ચાલકોનીમૌખીક ફરીયાદો મળતા તેમને આરોપીને રામોસણા બ્રીજ પાસેથી ઝડપ્યો હતો તથા અન્ય ત્રણ આરોપી ભાગી છુટવામાં સફળ થયા હતા.
નકલી પોલીસ તથા હોમગાર્ડની ઓળખ આપી મહેસાણા ફતેહપુરા સર્કલથી રામોસણા બ્રીજ પાસે ટ્રક ચાલકો પાસેથી છેતરપીંડી કરતા આરોપીને મહેસાણા બી ડીવીઝન પોલીસે ઝડપ્યો છેે. છેલ્લા કેટલાય સમયથી પોલીસને મૌખીક ફરીયાદો મળી રહી હતી કે ફતેહપુરા સર્કલ થી રામોસણા બ્રીજ વચ્ચે કેટલાક લોકો હોમગાર્ડ તથા પોલીસની સમજ આપી વાહનોનુ ચેકીંગ કરી હેરાન કરી રહ્યા છે.
આ પણ વાંચો – પ્રેમી તથા પુત્ર સાથે મહિલાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ : સતલાસણા
ગત રાત્રીના સમયે મહેસાણા બી ડીવીઝન પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉંઝા રોડ રામોસણા બ્રીજ ઉતરતા દર્શન હોટલની સામે પોલીસને ટ્રાફીક જોવા મળ્યુ હતુ. જ્યા ટ્રકો રોકી રાખી કેટલાક શખ્સો તેમની સાથે ઉઘરાણી કરી પરેશાન કરી રહ્યા હતા. પોલીસ તેમને પાછળથી પકડવા ગઈ ત્યારે ત્રણ આરોપીઓ નાશી છુટ્યા હતા. દરમ્યાન એક આરોપી ઝડપાઈ ગયો. ઝડપાયેલ આરોપી કુંતાર ભાવીન નરોત્તમભાઈ,રહે – સોમેશ્વર રોડ સોમનાથ રોડ,મહેસાણાનો રહેવાશી તથા અગાઉ મહેસાણા હોમગાર્ડમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. નાશી ગયેલા આરોપી વિષે પોલીસે પુછપરછ કરતા જાણવા મળેલ કે (1)રાઠોડ નરેન્દ્ર સીંહ ઉદેસીહ, જે મહેસાણા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવે છે(2)સાહીલ પ્રવીણ કાપડીયા, જે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે (3)ઈશાન રણછોડભાઈ પરમાર જે મહેસાણા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
નાશી છુટેલા આરોપીઓ હોમગાર્ડમાં નોકરી કરતા હોવાથી પોલીસ કઈ જગ્યાએ રાત્રી પેટ્રોલીંગ કરી રહી છે એની જાણકારી હોવાથી તેના આધારે તેઓ અલગ અલગ સ્થળે વાહનોને રોકી ડ્રાઈવરોને પરેશાન કરી પૈસા ઉઘરાવાનુ કામ કરતા હતા. આ ગુના આધારે પોલીસે એક આરોપીને ઝડપી પાડી નાશી છુટેલ ત્રણ આરોપી વિરૂધ્ધ IPC ની કલમ 170,171,406,420,114,120B મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.