આંતરરાષ્ટ્રિય ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવામાં ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ – મેહોણા’નો દબદબો!
અમેરિકા હોય કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા હોય કે યુ.કે. દુનિયાભરમાં ગુજરાતીઓને ડંકો વાગે છે
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – રૂપિયાના બદલે ડોલર કમાવવા કોને ન ગમે. તમે અહીં આખુ વર્ષ મજુરી કરીને જેટલાં રૂપિયા કમાઓ છો એટલી આવક તો તમે વિદેશમાં માત્ર બે મહિનામાં કમાઈ શકો છો. તો તમે જ વિચારો કે, બાર મહિના મજુરીને રૂપિયા કમાવવા સારા કે વિદેશમાં ડોલર અને પાઉન્ડ કમાવવા સારા.,. અને આ વસ્તુને ગુજરાતીઓ બરાબર સમજી ગયા છે. એટલેકે, જ તો અમેરિકા હોય કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા હોય કે યુ.કે. દુનિયાભરમાં ગુજરાતીઓને ડંકો વાગે છે. વાત જ્યારે ગુજરાતીઓની આવે ત્યારે આપણાં મેહોણાવાળા એટલેકે, મહેસાણાવાળા એમાં ટોપ પર છે. મહેસાણા જિલ્લામાંથી છેલ્લાં પાંચ વર્ષોમાં થયેલી આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રોસેસ એ વાતનો સૌથી મોટો પુરાવો છે.
મહેસાણા જિલ્લામાં છેલ્લાં 5 વર્ષ અને 10 મહિનામાં અથવા તો એમ કહો કે લગભગ છેલ્લાં 6 વર્ષોમાં વિદેશ જતા લોકોએ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઈસન્સ મેળવ્યાં છે. આ રીતે આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઈસન્સમાં 259 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને છે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, છેલ્લાં મહેસાણા જિલ્લામાં 5 વર્ષ અને 10 મહિનામાં વિદેશ જતાં 4418 લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવી ચૂક્યા છે. જેમાં 259% નો વધારો થયો છે.
એમાંય છેલ્લાં 10 મહિનામાં આ આંકડો ખાસો વધી ગયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં સૌથી વધુ 1594 લોકો આ લાઇસન્સ મેળવી ચૂક્યા છે. 2020માં લોકડાઉનને લઇ સૌથી ઓછા 206 લોકોએ લાઇસન્સ મેળવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, આંતરરાષ્ટ્રીય ડ્રાઈવીંગ લાઈસન્સની રૂ.1000 ની ફીમાં લગભગ છેલ્લાં છ વર્ષથી વધારો કરવામાં આવ્યો નથી. મહેસાણા ગુજરાતનો એવો જિલ્લો છે જ્યાંથી સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતીઓ અમેરિકા જઈને વસ્યા છે. આ ઉપરાંત અન્ય દેશોમાં પણ વસ્યા છે. તેથી લોકો રમુજમાં અમેરિકાની જેમ મહેસાણાને પણ કહેતા હોય છેકે, યુનાઈટેડ સ્ટેટ ઓફ- મેહોણા…