ગરવીતાકાત,અરવલ્લી: ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલા ઉંડવા પાસેથી રાત્રીના અંધારાનો લાભ લઈ પીકઅપ ડાલામાં પશુઓ ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા મેઘરજ પોલીસે નાકાબંધી કરી હતી પીકઅપ ડાલાના ચાલકે પીકઅપ ડાલુ ઉભી રાખવાના બદલે પુરઝડપે હંકારી મુકતા પોલીસે પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા પીકઅપ ડાલાનો ચાલક પીકઅપ ડાલુ રોડ પર મૂકી ચાલક ફરાર થઈ જતા પીકઅપ ડાલા માંથી ૬ પશુઓ મળી આવ્યા હતા મેઘરજ પોલીસે કતલખાને લઈ જવાતા ૬ પશુઓ સહીત ૪.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમે મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન તરફ થી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારિત પીકઅપ ડાલુ (ગાડી.નં.GJ 06 XX 3281 ) ના ચાલકે ગેરકાયદેસર કતલખાને લઈ જવા પશુઓ ભરી પસાર થતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા પીકઅપ ડાલુ ઉભી નહિ રાખતા મેઘરજ પોલીસે પીછો કરતા પીકઅપ ડાલુ મૂકી ચાલક ફરાર થઈ જતા પોલીસે પીકઅપ ડાલામાંથી ખીચોખીચ હલન ચલન ન થઇ શકે તે રીતે મરણતોલ હાલતમાં દોરડા વડે બાંધી રાખેલા ૬ પાડા ને કતલખાને પહોંચે તે પહેલા બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.

મેઘરજ પોલીસે પીકઅપ ડાલા માંથી પાડા નંગ- ૬  કીં.રૂ.૩૦૦૦૦/- પીકઅપ ડાલાની કીં.રૂ.૪૫૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: