— આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ, બાળકોની વાત જાણે મેઘરાજાએ સાંભળી લીધી :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે હવે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. મેઘરાજાએ ધીમી ધારે એન્ટ્રી કરી દીધી છે ત્યારે આજે પાલનપુરમાં પણ વરસાદી ઝાપટું આવ્યું હતું તેમાં તૂટેલી હાલતમાં બ્રિજેશ્વર કો
લોની માર્ગનું સમારકામ વધુ વરસાદ થાય તે પહેલા પૂર્ણ કરવા માંગ ઉઠી છે.

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭ મા આવેલા ભયાનક પુરને કારણે આજે પણ વરસાદનું નામ પડતાની સાથે જ જિલ્લા વાસીઓમાં ફફડાટ વ્યાપી જાય છે ત્યારે હવે મેઘરાજાએ પધરામણા કરી લીધા છે અને પાલનપુરમાં પણ આજે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.
જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ભિતીથી લોકો ચિંતામાં મુકાઇ ગયા હતા તેમાં પ્રથમ વખત આવેલા વરસાદને કારણે લોકો છત્રીની ટેવ પણ પડી ન હતી આથી રસ્તામાં
જ વરસાદ શરૂ થઇ જતાં ઘરે પહોંચતા સુધીમાં કેટલાક લોકોને છાંટાથી પલળવુ પડ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો કરોડોના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ શહેરના બ્રિજેશ્વર કોલોની અને મફતપુરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસાનું પાણી ઘરોમાં ભરાઈ જાય છે અને આખા વિસ્તારો જ પાણીમાં ડૂબી જાય છે
જેના કારણે લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ જાય છે અને લોકોને માલ માતાનું ભારે નુકસાન વેઠવું પડે છે ત્યારે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં બ્રિજેશ્વર કોલોની માર્ગ ખોદીને હાલમાં મુકી દેવાતા લોકોને હાલાકી સર્જાય તેમ છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર