ગરવીતાકાત,બનાસકાંઠા: સરહદી સુઇગામ તાલુકામાં 18 કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ થી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગ્રામીણ શ્રેત્રે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થઇ રહ્યા છે અને અનેક પ્રકાર ની હાલાકી વેઠી રહ્યા છે. સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ થવાથી મોરવાડા ગામની હાઈસ્કૂલનું મેદાન તળાવમાં ફેરવાઈ ગયું છે.સંત રોહિદાસ કુમાર છાત્રાલયમાં કેડસમાં પાણી ભરાતા છાત્રાલય ના વિદ્યાર્થીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોરવાડામાં આવેલ વાલ્મિકી વાસમાના ત્રણ ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. જેને લઈને ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેથી નુકસાન થવા પામ્યું હતું. મોટાભાગના સરહદી ગામડાઓના નીચન વાળા  વિસ્તારોમાં પાણી ભરાતા વિસ્તારો પ્રભાવિત થયા હતા જેના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. 

નવીન ચૌધરી સુઇગામ. બનાસ કાંઠા