ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીના ભાગરૂપે તમામ પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે કોંગ્રેસમાં પણ સંગઠન લેવલે નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી – પ્રીયંકા ગાંધી બ્રીગેડમાં મહેસાણા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ મેઘા પટેલને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુક કરાઈ છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા મહિલા સશક્તિકરણ તથા એક્ટીવ પોલીટીક્સમાં તેમની ભાગીદારીને સુનિચ્છીત કરવા જેવા અનેક પગલા હાથ ધરાયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીની રાહુલ ગાંધી – પ્રીયંકા ગાંધી બ્રીગેડમાં યુવાઓના ખભા પર વધારે જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ બ્રીગેડમાં પાર્ટી તરફથી એવા સંનિષ્ઠ કાર્યકર્તાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેને બુથ લેવલ સુધી પાર્ટીને મજબુત કરવાનુ કામ કર્યુ છે તથા સરકારના અત્યાચારી નિર્ણયોને જનતા સુધી પહોંચાડી જમીની લેવલે સંઘર્ષ કર્યો હોય.
મહેસાણા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ મેઘા પટેલે જીલ્લા ભાજપના અનેક ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા છે. જેમાં તેઓએ ભ્રષ્ટાચારના આરોપીઓને કડક સજા મળે તે માટે કોંગ્રેસના કાર્યકર્તાની સાથે ઘરણા પર પણ ઉતર્યા હતા. કોરોનાકાળમાં અસરગ્રસ્તો મહિલાઓને સહાય મળે તે માટે પણ રજુઆતો કરી હતી. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પણ નોંધનીય કામગીરી કરી હોવાથી તેમના આ સંઘર્ષની નોંધ પ્રદેશના નેતૃત્વએ પણ લીધી હતી. આ સીવાય જ્યારે સરદાર પટેલ સ્ટેડીયમનુ નામ બદલી નરેન્દ્ર મોદી કરવામાં આવ્યુ ત્યારે પણ એક કોંગ્રેસી તથા પાટીદાર નેતા તરીકે તેમને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુવા તથા પાટીદાર નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીમાં પોતાના સંઘર્ષથી થોડા જ સમયમાં આટલા મોટા હોદ્દા સુધી પહોંચનાર ડો. મેઘા પટેલે ગુજરાત યુનીવર્સીટીમાં ફિઝિયોથેરાપીમાં સ્નાતક કરીને physiotherapy ડોક્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. જેઓ છેલ્લા 6 વર્ષથી મહેસાણામાં આવેલ પોતાના ક્લિનિકમાં ક્લિનિકલ પ્રેક્ટિસ પણ કરે.
આગામી ચુંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સંઘર્ષના આદી હોય એવા કાર્યકર્તાઓને મહત્વપુર્ણ જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો હતો. મહેસાણાના મહિલા અધ્યક્ષ મેઘા પટેલ સામાજીક તથા રાજકીય બન્ને ક્ષેત્રોમાં જમીન પર કામ કરી ટુંક સમયમાં લોકોનુ ધ્યાનાર્ષીત કર્યુ હોવાથી તેમને રાહુલ ગાંધી- પ્રીયંકા ગાંધી બ્રીગેડમાં મહત્વપુર્ણ જવાબદારી સોંપવામાં આવતાં છે. જેથી ડો. મેઘા પટેેલે કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, અમે આ કેમ્પિયનને વધારે મજબુત બનાવવા મહેનત કરીશુ.