પાલનપુરમાં નવિન બનેલ ફયુચર બ્રેઈન એન્ડ સ્પાઈન હોસ્પીટલ ટૂંકા સમયગાળામા જ બ્રેઈન અને સ્પાઈનના જટીલ ઓપરેશનો કરી પ્રચલીત બની રહી છે.અને સેવા ના કાયોૅ માં પણ આગળ થતી જોવાઈ રહી છે. રવિવાર ના રોજ મગજ,મણકા અને નસની તકલીફો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમા 240 થી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. કેમ્પમાં ડો.નિર્મલ દેસાઇ(ન્યુરો સર્જન), ડો.અર્થ પટેલ(સ્પાઈન સર્જન) અને ડો.ભવ્ય શાહ(સ્પાઇન સર્જન) દ્ધારા ફ્રી નિદાન સેવાઓ આપવામા આવી હતી.