બનાસકાંઠા ઉ.મા.શિક્ષક સંઘના ઉપક્રમે આવનાર બોર્ડની ચૂંટણી તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે પાલનપુરમાં બેઠક

શેર કરવા અહીં ક્લિક કરો.

શિક્ષક સંઘના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારમાં રજુઆત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી

 
બનાસકાંઠા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના ઉપક્રમે આવનાર બોર્ડની ચૂંટણી તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો માટે પાલનપુરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક માં શિક્ષક સંઘ ના વિવિધ પ્રશ્નો જેમાં પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવી, સાતમા પગાર પંચના તફાવતના બાકી હપ્તા રોકડમાં તાત્કાલિક ચુકવવા,  બિનશરતી ફાજલના કાયમી રક્ષણના પરિપત્ર રહેલી વિસંગતતાઓ અને વાંધાજનક મુદ્દાઓ દૂર કરવા તેમજ સી.પી.એફ અને વર્ધિત પેન્શન યોજના નાબૂદ કરી જી.પી.એફ અને જૂની પેન્શન યોજનાનો લાભ અમલ કરવો,જેવા મુદ્દાઓ ને લઈ સરકારમાં રજૂઆત કરવા માટેની ચર્ચા હાથ ધરાઇ હતી.
 

જિલ્લા  ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષકો ના પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં મૌન ધરણાં પ્રતીક ઉપવાસ સહિત ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ આવનારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની  ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવા માટે ની હાકલ કરવામાં આવી હતી. આં બેઠક માં રાજ્ય સંઘના પ્રમુખ  ભરત પટેલ અને બોર્ડ ઈલેકશનના ઉમેદવાર મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.