— ગરીબ લોકોની વેદના, ગ્રામીણ સંસ્કૃતિ, ગ્રામીણ વિસ્તારની રહેણી કરણી ઉજાગર કરી :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર જી.ડી મોદી કોલેજ સંકુલના એમ.એ.પરીખ ફાઈન આર્ટસ કોલેજના ફાયનલ વ
ર્ષના માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ દ્વારા શનિવારે અરૂણોદય નામનું એક એકઝીબિશન શરૂ કર્યું હતું.

આ એકઝીબિશનમા માસ્ટર ડિગ્રીના ૧૧ વિદ્યાર્થીઓ દ્વારા ઓઈલપેન્ટ ચિત્રો દોરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ હાલમાં નજરે પડતા ગરીબ લોકોની વેદના, ગ્રામીણ સંસ્કૃતિ, ગ્રામીણ વિસ્તારની રહેણીકરણી વગેરેના ઓઈલપેન્ટ ચિત્રો બનાવ્યા હતા જેમાં અનેક લોકો તે ચિત્રોને નિહાળવા આવી રહ્યા છે.
આ તમામ
ઓઈલપેન્ટ ચિત્ર એવા દેખાય છે કે, જાણે હકીકતમાં કોઈ વ્યક્તિ આપણી પાસે ઉભુ છે તમે પણ જોશો તો ચિત્રો જોઈને સ્તબ્ધ થઈ જશો ઘણા લોકોએ આ ચિત્રો ખરીદવાનું નક્કી કર્યું છે.

જેમાં ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓમાં હર્ષિદા પરમાર, નિકુલ પરમાર, મુકેશસીંધ, ઇશિતા પટેલ, ગ્રીષ્મા પ્રજાપતિ,નિકિતા-નિશા પ્રજાપતિ, હસનવાલા કડીવાળા, કનું-રોનક પરમાર, સંજય થુંબડીયા સહીત હેડ ડીપા.નરેન્દ્ર પટેલ અને પ્રિન્સિપાલ રમેશ પટેલ હાજર રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર