ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી સમગ્ર બનાવને ૨૪ કલાક જેટલા સમય પછી પોલીસ જાતે ફરિયાદી બની હતી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત ૪ શખ્શો અને ૩૦૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી હસમુખ સક્સેના ગંભીર ઈજાગ્રસ્ત થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા .

હસમુખ સક્સેના હોસ્પિટલમાં સારવાર લીધા પછી આત્મસમર્પણ કરતા થોડા દિવસ જેલમાં રહ્યા પછી જામીન પર છુટકારો થયો હતો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હાજરી પુરાવા પહોંચેલા હસમુખ સક્સેનાએ ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલ અને પોલીસે લાકડીઓ વડે માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા અને બંને હાથે ફ્રેક્ચર થયું હતું માંડ માંડ પોલીસથી જીવ બચાવી કારમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું જણાવ્યું હતું.

હસમુખ સક્સેનાએ ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ, મહિલા પીએસઆઈ ચાવડા અને કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારી નાખવાનો પ્રયત્ન કરાતા તેની અંતર્ગત સંવિધાન મુજબ ગુન્હો નોંધવાની માંગ કરી હતી અને આ અંગે અનુસૂચિત અયોગ્ય દિલ્હી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્યપાલ,મુખ્યમંત્રી,ગૃહ મંત્રી, રાજ્ય પોલીસવડા,જીલ્લા પોલીસવડા અને મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લેખિત જાણ કરી હોવાનું જણાવી ફરિયાદ નહિ નોંધવામાં આવે તો  અરવલ્લી જીલ્લા પોલીસવડા કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી