રાજકોટમાં સામૂહિક આત્મહત્યાના બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. એક મહિલાએ બે માસુમ પુત્રો સાથે સળગીને આપઘાતનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે આ આપઘાત પાછળ ગૃહકલેશ કારણભૂત હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
આ પણ વાંચો – જુનાગઢમાં સરકારી કર્મચારીની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યુ – રબારી,ભરવાડ અને ચારણ સમાજને સરકાર હેરાન કરે છે !
રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષના દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ 7 વર્ષના પુત્ર મોહિત અને ૪ વર્ષના પુત્ર ધવલ સાથે સળગીને મોત વ્હાલુ કર્યુ છે. આ ઘટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. તો સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી છે. ત્યારે ગૃહકલેશને કારણે દયાબેને આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.