#બનાસકાંઠામાં_અધધ : માસ્ક ન પહેરનાર પાસેથી રૂ. 2.84 કરોડનો દંડ વસુલાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

જાહેરનામાનો ભંગ કરનાર 5474 લોકો સામે FIR અને 6944 આરોપીઓની અટકાયત કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વિભાગના જવાનોએ માસ્ક ન પહેરનાર લોકો સામે સખ્તાઈ વર્તી આજ દિન સુધી રૂ. 2,84,77,200 દંડ વસુલ કર્યો છે. આ ઉપરાત કલમ- 188 આઈ.પી.સી. કલમ-135 અને ગુજરાત પોલીસ એક્ટ-1951 અન્વયે જાહેરનામાનો ભગ કરનાર 696 લોકો સામે એફ.આઈ.આર. અને 879 આરોપીઓની અટક કરવામાં આવી છે. આઈ.પી.સી. કલમ 269,270,271 અને એપેડેમીક ડીસીઝ એક્ટ-2005 અન્વયે 348 સામે એફ.આઈ.આર. અને ૫૫૫ આરોપીઓની અટક કરવામાં આવી છે. કલમ 143,144,145 વિ. હંગામો અને ડિઝાસ્ટર મેનેજ્મેન્ટ એક્ટ-2005 હેઠળના ગુનાહો બાબતે 4421 લોકો સામે એફ.આઈ.આર. અને 5596 આરોપીઓની અટક કરવામાં આવી છે. આમ જિલ્લામાં વિવિધ જાહેરનામા ભંગ બદલ કુલ 5497 લોકો સામે એફ.આઈ.આર. અને 6944 આરોપીઑની અટકાયત કરવામાં આવી છે. 

લોકો ફરજિયાત  માસ્ક પહેરે તે માટે તા.30  નવેમ્બર સુધી પોલીસ ખાસ ડ્રાઈવ કરશે            

લોકો ફરજિયાત માસ્ક પહેરે અને  કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો માસ્ક  પહેરતા થાય તે માટે આજ તા. 23/11/2020 ના 18.00 કલાકથી તા.30 નવેમ્બર-2020 ના 18.00 કલાક સુધી પોલીસ અધિકક્ષક તરુણ દુગ્ગલની સુચનાથી માસ્ક માટે ખાસ ડ્રાઇવ યોજાશે
અહેવાલ : જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.