ગરવી તાકાત

તંત્રી. પ્રકાશ આર. ચૌધરી
અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

20 વર્ષ બાદ સૂર્યની રાશિમાં મંગળ-શુક્રની યુતિ, આ રાશિના લોકોને થશે આ ફાયદા 

July 9, 2023

ગરવી તાકાત, તા. 09 –  વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેની શરુઆત જુલાઈ મહિનાના પહેલા જ દિવસે એટલે કે 1 જુલાઈના રોજ થઈ ચુકી છે. 1 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 8 જુલાઈએ શુક્ર ગ્રહે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિમાં શુક્ર અને મંગળના એક સાથે પ્રવેશના કારણે બંને ગ્રહોની યુતિ સર્જાઈ છે. સિંહ રાશિમાં આ બંને ગ્રહોની યુતિ સર્જાવાના કારણે  આ રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે.

કર્ક રાશિ – સિંહ રાશિમાં મંગળ અને શુક્રના પ્રવેશથી કર્ક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાના છે. આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને અચાનક ધન લાભ થશે. આ રાશિના સંપત્તિ અને વાણીના ભાવમાં આ યુતિ થવા જઈ રહી છે. તેથી આ સમયે કર્ક રાશિના જાતકો આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. આ સમયે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તેની અસર વાણીમાં જોવા મળશે. લોકોના જીવનમાં પણ તેની અસર થશે. કાર્યસ્થળ પર નોકરીયાત લોકોનું વર્ચસ્વ વધશે.

કુંભ રાશિ – સિંહ રાશિમાં મંગળ અને શુક્રના પ્રવેશના કારણે કુંભ રાશિના લોકો માટે સમય ફાયદાકારક રહેશે. આ રાશિના સાતમા ઘરમાં આ યુતિ બનવા જઈ રહી છે. આ સમયે પરિણીત લોકોનું જીવન સુખમય રહેશે. ભાગીદારીનું કામ કરનારા લોકોને પણ આ સમયગાળા દરમિયાન ઘણો લાભ મળશે.  આ સમયે તમને આવકના નવા માધ્યમો પણ મળી શકે છે. જો તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તે પૂર્ણ થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:12 am, Oct 23, 2024
temperature icon 27°C
clear sky
Humidity 53 %
Pressure 1011 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 6:41 am
Sunset Sunset: 6:07 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0