પાલનપુર તાલુકાના દેવપુરા ગામમાં રહેતા યોગી પરિવારમાં દિનેશભાઇ ફુલાભાઇ રાવળ (યોગી )ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે ઘરમાં જવાન દીકરા-દીકરીના લગ્ન કરાવી શકે તેમ ન હતા. તેથી દીકરા દિકરીના લગ્ન છેલ્લા બે વર્ષ થી મોકૂફ રાખતા હતા. આ વાતની જાણ હિતેષભાઇ ચૌધરી (કુશ્કલ) ને થતા એમના મિત્ર પ્રકાશ ચૌધરી (રેડિયન્ટ ઇવેન્ટ,પાલનપુર), દેવજીભાઈ (તલાટી) મિત્રો સાથે મળી લગ્ન પ્રસંગનો મંડપ સમિયાણા, કેટરિંગ, કરિયાણું તેમજ સામાજિક બધો ખર્ચ ઉપાડી યોગી પરિવાર ના દીકરી દીકરા ના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી સેવામા કાર્યરત રહેતા બન્ને મિત્રો કોરોના ની પહેલી લહેર હોય કે બીજી લહેર કે લોકોના ગમે તેવાં કામ માટે રાત-દિવસ હંમેશા લોકો માટે ખડે પગે હોય છે. હાલના આ કપરા સમયમાં એક બીજાને પૂરક મદદરૂપ થવું જોઈએ તેવું સમાજ સેવાનું એક ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં યુવાનો ને પ્રેરિત પાડે એવું ઉત્તમ કામ કર્યું છે. આ બન્ને ભાઈઓને માં ભગવતી સમાજ સેવા કરવા માટે આશીર્વાદ સાથે ખુબ શક્તિ આપે તેવી દિકરીના પરીવારજનો પ્રાર્થના કરી રહ્યા છે.