પાલનપુર શહેરમાં છેલ્લા 27 દિવસથી બજારો બંધ છે જેને લઈને નાના વેપારીઓ આર્થીક સંકડામણ ભોગવી રહ્યા છે. કોરોનાનુ સંક્રમણ વધતાં વેપારીઓ દ્રારા પહેલા સ્વૈચ્છીક લોકડાઉન કરવામાં, આવ્યુ હતુ ત્યારબાદ રાજ્ય સરકાર દ્રારા રાત્રી કરફ્યુ જાહેર કરતાં દિવસ દરમિયાન મિનીલોકડાઉન લાદી દેવામાં આવ્યુ છે. ત્યારે છેલ્લા 27દિવસથી ધંધા રોજગાર બંધ રાખી રહેલા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. મીની લોકડાઉન દરમિયાન પણ લોકોની અવર જવર તો સદંતર ચાલુ જ છે. જેથી કોરોના સંક્રમણ અટકાવવાના આશયથી લાદી દેવામા આવેલા લોકડાઉનનો કોઈ અર્થ રહેતો નથી ઉપરથી નાના વેપારીઓને આર્થીક સંકડામણ ભોગવવાનો વારો આવ્યો છે આજે અમારી ટીમે પાલનપુર શહેરની રીયાલીટી ચેક કરતાં શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી સોશ્યલ ડીસટંસનુ કયાંય પાલન થતુ જોવા નહોતુ મળ્યુ તેમજ માસ્ક વગર પણ લોકો બિંન્દાસ ફરી રહ્યા હતા જેથી પાલનપુરના વેપારીઓ એ આગામી ૨૦મી મે સુધી જે રાત્રી કરફયુ અને દિવસે મિની લોકડાઉન છે તે સરકાર દ્રારા હટાવવામાં આવે તેવી માંગ કરી હતી.
વેપારીઓ શુ કહે છે
પાલનપુર શહેરના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૭ દિવસથી પાલનપુરની તમામ બજારો બંઘ છે અગાઉ વેપારીઓ દ્રારા સ્વૈચ્છીક લોકડાઉન કર્યુ હતુ અને હાલમાં સરકાર દ્રારા મિની લોકડાઉન આપવામાં આવ્યુ છે જેને લઈને નાના વેપારીઓની હાલત કફોડી બની છે. કોરોનાથી નહી પરંતુ આર્થીક સંકડામણથી ના મરે તેવી પરિસ્થીતી હાલમાં નાના વેપારીઓની થઈ છે જે અંગે અમારી સરકારને વિનંતી છે કે આગામી 20 મેના રોજ લોકડાઉન હટાવી બપોર સુધી પણ દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે તો નાના વેપારીઓને મોટી રાહત થશે.