ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની તસવીર
ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુની તસવીર
  • 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે 
  • અનેક આઈટી પ્રોફેશનલો ચોથા માળે ફસાયા

ગરવીતાકાત અમદાવાદઃ શહેરના પ્રહલાદનગરના ટીમ્બર પોઇન્ટના કોમ્પ્લેક્સના ભોંયરામાં આવેલા મીટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી છે. જેને પગલે 5 ફાયર ફાઈટર અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ચોથા માળે માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હોવાથી 100 જેટલા આઈટી પ્રોફેશનલ ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે ઘણા લોકો ધાબા પર જતાં રહ્યાં હોવાથી આગથી બચી ગયા હતા. જ્યારે બાકીના લોકોને બચાવવા માટે બે મોટી સીડી અને દોરડાની મદદ લેવામાં આવી હતી. સીડીની મદદથી અત્યાર સુધીમાં કુલ 20 લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ચોથામાળ સુધી ધુમાડો ફેલાયો હોવાથી ધુમાડો કાઢવા કાચ તોડવામાં આવ્યા હતા.

આ આગ અંગે ઘટના સ્થળ પર હાજર અશોક પટેલ નામના યુવાને જણાવ્યું કે, આગ લાગીને ધુમાડો ઉપર આવ્યો, પણ અમને બીજી કંઈ ખબર નથી.

Contribute Your Support by Sharing this News: