મનસુખ માંડવિયા સાઇકલ ચલાવીને સંસદ પહોંચ્યા,આરોગ્ય મંત્રીની સાદગી જાેઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત

February 2, 2022

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે મંગળવારે લોકસભામાં બજેટ-૨૦૨૨ રજૂ કર્યું. બીજા દિવસે બુધવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સંસદની કાર્યવાહીમાં હાજરી આપવા માટે અલગ રીતે ગૃહ પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સંસદ પરિસરમાં સાઇકલ ચલાવતા જાેવા મળ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ વિશે એવું માનવામાં આવે છે કે તેઓ મોંઘા અને લક્ઝરી વાહનોના શોખીન છે અને તેઓ મોંઘા વાહનોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે પરંતુ મનસુખ માંડવિયા એક એવા નેતા હોવાનું કહેવાય છે જે ખૂબ જ સાદગી પસંદ કરે છે. મફલર પહેરેલા અને સામાન્ય માણસની જેમ માસ્ક પહેરેલા માંડવિયાને જાેઈને સુરક્ષાકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગત ઓગસ્ટમાં ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સાઇકલ પર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે રાહુલ એકલા નહોતા પરંતુ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના અન્ય નેતાઓ પણ સાઇકલ પર સંસદ ભવન આવ્યા હતા. સાઇકલના પૈડાં આગળ ગેસ સિલિન્ડરના ભાવ અને તેલના ભાવ અંગેના પ્લેકાર્ડ લગાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા રાહુલ ખેડૂતોની સમસ્યાઓ તરફ સરકારનું ધ્યાન દોરવા ટ્રેક્ટર દ્વારા સંસદ ભવન પહોંચ્યા હતા.

સમયાંતરે નેતાઓ પોતાની સાદગી વડે લોકોનું ધ્યાન ખેંચતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોમાસુ સત્ર દરમિયાન જ પોતાની છત્રી લઈને જાેવા મળ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, લોકોએ તેમની સાદગીના વખાણ કર્યા. ગયા વર્ષે ડિસેમ્બરમાં, જ્યારે ખંડવા બુરહાનપુરના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલ શિયાળુ સત્રમાં હાજરી આપીને બુરહાનપુર પહોંચ્યા ત્યારે તેમણે ઘરે જવા માટે ખાનગી વાહનને બદલે ઓટો રિક્ષા પસંદ કરી હતી. પાટીલ જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઓટો રિક્ષામાં તેમના ઘરે ગયા હતા. તેમની સાથે તેમની પત્ની અને સુરક્ષાકર્મીઓ પણ હતા

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0