બોલીવુડના કીંગ ખાને ગઈ કાલે તેમની મોહબ્બતે ફિલ્મના 20 વર્ષ પુરા થયા હોવાથી ટ્વીટર ઉપર #ASKSRK દ્વારા તેના ચાહકો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેને ઘણા સમર્થકોના જવાબો આપ્યા હતા. મોટા ભાગના સવાલોના જવાબ રહી ગયા હતા જે શાહરૂખે પણ સ્વીકાર્યુ હતુ. જેમાં યુક યુઝરે પુછ્યુ હતુ કે તમે તમારા મન્નત બંગલાને વેચવા મુક્યો છે ? એના જવાબમાં શાહરૂખે હ્યુમરસ અંદાજમાં કહ્યુ હતુ કે મન્નત વેચાતી નથી માથુ ઝુકાવી માંગવામાં આવે છે.
Bhai Mannat bikti nahi sar jhuka kar maangi jaati hai….yaad rakhoge toh life mein kuch paa sakogay. https://t.co/dh3gJTVnOu
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2020
શાહરૂખે આ ઈન્ટરેક્શનમાં ઘણા હ્મુમરથી ભરેલા જવાબો આપ્યા હતા જેમાં એક યુઝરે તેની આઈપીએલી ટીમ કેકેઆર વિશે કહ્યુ હતુ કે તમે કેકેઆર માટે લકી રહ્યા છો જ્યારે જ્યારે તમે કેકેઆરની મેચ જોવા ગયા છો ત્યારે ત્યારે કેકેઆર જીતી જ છે. એને રીપ્લાય કરતા શાહરૂખે કહ્યુ હતુ કાશ એ એટલુ સરળ હોત.
બીજા યુઝરે મોહબ્બતે ફિલ્મ વિશે પરર્શનલ એક્ષપ્રીયન્સ વિષે પુછ્યુ ત્યારે તેમને અમીતાભ બચ્ચનના વ્યક્તિત્વને મોટુ દર્શાવતા લખ્યુ હતુ કે મે જ્યારે મોહબ્બતેનો પહેલો સીન સર બચ્ચન સાથે કર્યો ત્યારે મને ખબર પડી કે હુ કેટલો નાનો છુ.
I remember doing the first scene with @SrBachchan and realised how short and small I am!!! https://t.co/mETxCdepLU
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2020
કોરોના વાઈરસના કારણે ભીડ એકઠ્ઠી થવા ઉપર પ્રતીબંધ હોવાના કારણે લોકો સેલીબ્રીટીના બંગલા સામે જઈ નથી શકતા. જેથી એક યુઝરે પુછ્યુ હતુ કે તમારા બર્થડે વખતે તમારા બંગલા મન્નત અને અમારી જન્નત સામે આવીશકીયે છીયે એના જવાબમાં શાહરૂખે કોરોનાને ધ્યાનમાં રાખી તેમના ફેન્સને સલાહ આપી હતી કે પ્લીઝ ભીડમાં એકત્રીક ન થતા.” ઈસ બાર કા પ્યાર થોડા દુર સે યાર”
Please I recommend nobody should collect in crowds. My birthday or wherever! Iss baar ka pyaar…thodha door se yaar. https://t.co/hANNv2VU0U
— Shah Rukh Khan (@iamsrk) October 27, 2020