લોકોની સેવાને નામે સતા પર આવેલ ભાજપ સરકારે સેવાને બદલે જાણે કે યેનકેન પ્રકારે લોકોના ગજવા ખંખેરવા તરફ જ ધ્યાન આપ્યું હોય તેવો માહોલ દેશમાં છ વર્ષથી ઊભો કર્યો છે. એ માસ્ક ને નામે લૂંટ હોય કે કર સ્ટેમ્પડયુટી નામે લૂંટ હોય ! લોકો લૂંટાઇ રહયા છે ને સરકાર તિજોરી ભરી રહી છે.
આ વાત નો ઉલ્લેખ એટલા માટે કરાયો છે કે તાજેતરમાં જ માણાવદર તાલુકાની સહકારી સંસ્થાઓની પાંચ પાંચ ની માંગણીના અંતે કેન્દ્ર સરકાર ની યોજના મુજબ દશ ટકા કિંમતે જોઇતી જમીન મંજૂર તો કરી છે પણ જમીન કરતા સ્ટેમ્પડયુટી નો ધોકો માર્યો છે.

આ પણ વાંચો – હવામાન: કડીમાં 3 કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા નીચાણવાલા વિસ્તારો નદીઓમાં ફેરવાયા

સહકારી અગ્રણી અને ખેડૂત આગેવાન દેવજીભાઇ ઝાટકિયા એ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માણાવદરની સહકારી મંડળીએ સંસ્થાનની લાગું પડતર જમીન 264 ચોરસ મીટરની માગણી ગોડાઉન બનાવવા માટે કરી હતી 2015 ની યોજનાને અમલી બનાવવા સતત રજુઆતો પછી સરકારે જમીન ની મંજૂરી તો આપી છે પણ લૂગડા કરતા સીવડામણ મોંધુ એ ન્યાયે 57 હજારની જમીન ની સ્ટેમ્પડયુટી પેઠે રૂ. 33 હજાર 489 ની માગણી કરી છે દેશની પ્રજાની માથે હથોડા પડી રહયા છે.
ચીની કંપનીઓને ભારતમાં લાવવા મોટા પ્રલોભન અને તે જયાં માંગે અને જેટલી માગે તેટલી જમીન માત્ર ત્રણ દિવસમાં આપવાની તૈયારી બતાવી છે પણ દેશનો નાગરિક પાંચ પાંચ વર્ષ થી ઝઝૂમી થાકી જાય ત્યારે યોજનાની જમીન મળે છે.
દેવજીભાઇ ઝાટકિયા એ વધુ મા જણાવ્યું છે કે આ પ્રશ્ને સ્ટેમ્પડયુટી માગનાર સરકારી અધિકારી સામે કાયદાકીય લડત આપવાની તૈયારી કરી લીધી છે આવી લગભગ પચીસ સંસ્થાઓ છે જે ગુસ્સે ભરાયેલ છે.
Contribute Your Support by Sharing this News: