પોતાના શાહી શોખ પૂરા કરવા શખ્સે અમદાવાદમાંથી ત્રણ બુલેટ ચોર્યા, મહેસાણા LCBએ બુલેટ ચોરને કડીથી દબોચ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડી વિસ્તમાંથી ચોરીના બુલેટ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સે અગાઉ પણ 3 જેટલા બુલેટ અમદાવાદ ખાતેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એક.કે.વાઘેલા અને તેમનો સ્ટાફ કડી વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. એ દરમિયાન બલાસર કેનાલ તરફથી એક ઈસમ બુલેટ લઈને આવી રહ્યો હતો. પોલીસે યુવકને રોકી બાઈકના જરૂરી ડોક્યુમેન્ટ માંગતા યુવકે ગલ્લાતલા કર્યા હતા. કડકાઈથી પૂછપરછ કર્યા બાદ શખ્સે બુલેટ ચોરીનું હોવાની કબૂલાત કરી હતી.

ઝડપાયેલો બુલેટ ચોર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનો છે. આરોપી અશોક ઠાકોરે પોતાના શાહી શોખ પુરા કરવા અને મોંઘાઘટ બાઇકો પર ફરવા માટે અમદાવાદના એસજી હાઇવે જેવા પોસ વિસ્તારમાં ત્રણ જેટલા બુલેટ ચોરી કર્યા હોવાની કબૂલાત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કરી હતી

તેમજ બાઈક ચોરે 2019ની સલમા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેટીએમ બાઈક પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુલેટ ચોર ઈસમને ઝડપી ત્રણ બુલેટ બાઈક કબ્જે કર્યા છે અને વધુ તપાસ માટે કડી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો

તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.