— ફિલીપ્સ કંપનીનું સિટી સ્કેન અને MRIનું ઇન્ટેલી સ્પેશ સોફ્ટવેર વેચતો હતો
ગરવી તાકાત મહેસાણા: કડીમાંથી બનાવટી ફિલિપ્સ કંપનીનુ સીટી સ્કેન અને એમઆરઆઈનુ ઈન્ટેલી સ્પેસ સોફ્ટવેરનું વેચાણ કરનાર અમદાવાદના શખ્સને ફીલીપ્સ કંપનીના ઓર્થોરાઈઝ કર્મીએ સ્થાનિક પોલીસને સાથે રાખી રૂ.82 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફીલીપ્સ કંપની સીટી સ્કેન અને એમ આર આઈનુ ઈન્ટેલી સ્પેસ ફુલ્લી ઓપરેટીવ સોફ્ટવેર લાયસન્સ વાળુ રૂ.34 લાખમાં બનાવી વેચાણ કરે છે. કંપનીના કન્સલ્ટન્ટ ઓર્થોરાઈઝ કોપીરાઈટ અધિકારી તરીકે ભૂષણ મહેન્દ્રભાઈ દાની છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવે છે. જેમને અમદાવાદનો કરણ હરેશભાઈ પટેલ (રહે.42/સહજાનંદ પાર્ક સોસાયટી, ઘોડાસર,અમદાવાદ) નામનો શખ્સ ફીલીપ્સ કંપનીનુ સોફ્ટવેર બનાવટી બનાવીને રૂ.3.5 લાખમાં કડીમાં વેચાણ કરીને કોપીરાઈટ હક્કોનો ભંગ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.
જેને પગલે ફીલીપ્સ કંપનીના ઓર્થોરાઈઝ કર્મી ભૂષણ દાનીએ બુધવારે કડી પોલીસનો સંપર્ક કરી પીએસઆઈ ઘાસુરાને આ હકીકતથી વાકેફ કર્યા હતા. ત્યારબાદ ફીલીપ્સ કંપનીના કર્મી ભૂષણ દાનીને સાથે રાખી કડી પોલીસે બુધવારે અમદાવાદના કરણ પટેલને બોલાવી છટકુ ગોઠવ્યુ હતુ. કરણ પટેલે ભાગ્યોદય હોસ્પિટલમાં સોફ્ટવેર વેચાણ માટે બોલાવતા પોલીસે તેને ઝડપી લઈ તેની પાસેથી સીપીયુ તથા મોનીટર નંગ 2 રૂ.50000 તથા એક મોબાઈલ રૂ.5000 તથા લેપટોપ રૂ.20000 નુ તથા પેન ડ્રાઈવ કુલ નંગ 07 રૂ.2800 ની હાર્ડ ડિસ્ક નંગ 01 રૂ.4000 ની મળી કુલ રૂ.81800 નો મુદ્દામાલ તપાસ અર્થે ઝડપી લઈ અમદાવાદના કરણ પટેલ વિરૂદ્ધ પોલીસે કોપીરાઈટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી