પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની અપીલ બાદ પણ ડૉકટરોની હડતાળનું હજી સુધી સમાધાન થયું નથી. પશ્ચિમ બંગાળમાં સતત પાંચમા દિવસે ડૉકટરોની હડતાળ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડૉક્ટરોને પત્ર લખીને હડતાળ પૂર્ણ કરવા અપીલ કરી તો જવાબમાં ડૉકટરોએ પોતાની નવી માગની યાદી જાહેર કરી છે. બંગાળનાં ડૉકટરોની હડતાળને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે.

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)નાં રેસીડેન્ટ ડૉક્ટરોએ હેલ્મેટ પહેરીને પોતાનો સાંકેતિક વિરોધ પ્રદર્શન શરૂ રાખ્યું છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલનાં ચિકિત્સા અધીક્ષક વીકે તિવારીએ કહ્યું કે, ‘રેસીડેંટ ડૉક્ટર્સ આજે હડતાળ પર છે. તેઓએ ઓપીડી અને વાર્ડમાં પોતાની સેવાઓ આપવાથી ના કહી છે. આપાતકાલીન સેવાઓ સામાન્ય રીતે શરૂ છે. અમે પશ્ચિમ બંગાળમાં થયેલ ઘટનાની નિંદા કરીએ છીએ.’

એમ્સ રેજિડેંટ ડૉક્ટર્સ એસોસિએશન (આરડીએ) (AIIMS Resident Doctors Association) સભ્યોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ગતિરોધને દૂર કરવા માટે તેમનાં પગલાંનાં વખાણ કર્યા. તેઓએ કહ્યું, ‘અમને પૂરી આશા છે કે તેઓ આ પ્રાથમિકતા આપતા આ મામલાનું ખૂબ જલ્દીથી સમાધાન કરશે.’ સફદરજંગ હોસ્પિટલ આરડીએનાં અધ્યક્ષ પ્રકાશ ઠાકુરે પણ આ મામલા પર સમાન વલણ અપનાવ્યું.

એમ્સ રેજિડેંટ ડૉક્ટર્સ એસોસિએશન (આરડીએ)નાં સભ્યોએ કહ્યું કે, જો પશ્ચિમ બંગાલનાં ડૉક્ટરોનું માનીએ તો 48 કલાકની અંદર જ નથી કરી શકાતી તો તેને અનિશ્ચિતકાલીન હડતાળ (Strike) પર જવા માટે મજબૂર થવું પડશે. તેઓએ કહ્યું કે, ‘અમે પશ્ચિમ બંગાળ સરકારનાં શત્રુતાપૂર્ણ અને અડિયલ વર્તનની નિંદા કરે છે. એમ્સ, ન્યૂ દિલ્હીમાં અમારો વિરોધ ત્યાં સુધી શરૂ રહેશે કે જ્યાં સુધી ન્યાય નહીં મળી જાય.’

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની અપીલ બાદ પણ ડૉકટરોની હડતાળનું હજી સુધી સમાધાન થયું નથી. પશ્ચિમ બંગાળમાં સતત પાંચમા દિવસે ડૉકટરોની હડતાળ ચાલુ છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડૉક્ટરોને પત્ર લખીને હડતાળ પૂર્ણ કરવા અપીલ કરી તો જવાબમાં ડૉકટરોએ પોતાની નવી માગની યાદી જાહેર કરી છે. બંગાળનાં ડૉકટરોની હડતાળને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે.

ડૉકટરોનું મમતા સરકારને 48 કલાકનું અલ્ટીમેટમઃ દિલ્હી એમ્સને રેજિડેન્ટ એસોસિયેશન દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને હડતાળી ડૉકટરોની માંગને પૂરી કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. એસોસિયેશને જણાવ્યું છે કે જો સરકાર માગ પૂરી નહીં કરે તો એમ્સમાં અનિશ્ચિતકાળની હડતાળ કરવામાં આવશે.

આમ, પશ્ચિમ બંગાળમાં શુક્રવારથી તબીબી સેવા ઠપ થઇ ગઇ છે. સરકારી હોસ્પિટલમાં 700થી વધુ ડોકટરોએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ગત સોમવારે પશ્ચિમ બંગાળમાં એનઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં બે ઇન્ટર્ન ડૉકટરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને ડૉકટરો હડતાળ પર ઉતરી ગયા છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારની રાતે ડૉકટરોને મળવા માટે બોલાવ્યાં હતા પરંતુ તેમને ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મમતા બેનરજીએ આજે ફરી વાર મળવા માટે આમંત્રણ મોકલ્યું છે, તેથી ઝડપથી સરકારી હોસ્પિટલમાં ચાલી રહેલી હડતાળ પૂરી થાય. ડૉકટરની માગણી છે કે તેઓ અમારી કોઇપણ શરત વગર માફી માગે.

આ અગાઉ મમતા બેનરજી ગુરૂવારે એસએસકેએમ હોસ્પિટલ પહોંચી હતી અને હડતાળ કરી રહેલા ડૉકટરને ચાર કલાકમાં કામ પર પરત ફરવા અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે આ નિવેદને ડૉકટરોમાં રહેલા ગુસ્સાને શાંત કરવાના બદલે વધુ ભડકાવ્યો હતો.

Contribute Your Support by Sharing this News: