પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

મૃતક યુવકની અપરણિત હોવા છતાં પરણિત બતાવી અને અકસ્માતમાં વાહન ઉભું કરતા પોલીસ ફરિયાદ

ખોટી રીતે રૂપિયા મેળવવા લોકો અવનવા પેતરા રાચતા હોય છે વીમા કંપનીનો વીમો પકાવવા વીમા ધારકની હત્યા તેના નજીકના વ્યક્તિ કે પરિવારજનો કરી હોવાની અનેક ઘટનાઓ દેશ-વિદેશમાં બની રહી છે અરવલ્લી જીલ્લાના માલપુર ગામમાં ૧૯ વર્ષ પહેલા અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત નિપજતા ગામ ના જ એક શખ્શે મૃતક યુવક અપરણિત હોવા છતાં તેની પત્નીને મૃતકની પત્ની તરીકે વારસદાર બતાવી અને વાહન અને ચાલક ખોટા ઉભા કરી વીમા કંપની પાસે વધુ નાણાકીય લાભ મેળવવા રચેલા કાવતરાનો કોર્ટમાં અજાણ્યા શખ્શે કરેલી અરજીના આધારે પર્દાફાશ થતા માલપુર પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની સહીત ૪ શખ્શો અને કાવતરામાં સામેલ અન્ય શખ્શો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર તપાસની ગંભીરતા સમજી તપાસ જિલ્લા એલસીબીને સુપ્રત કરાઈ છે.

માલપુર ગામમાં રહેતા અમૃતભાઈ કોદરભાઈ વણકરનું તા.૦૭-૦૨-૨૦૦૧ ના રોજ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું ગામમાં જ રહેતા હીરાભાઈ ગણેશભાઈ વણકર અને રૂઘનાથપુરા ના ડાહ્યાભાઈ સંકાળાભાઈ રાવળે અકસ્માતમાં વાહનની ગોઠવણ કરી મૃતક યુવક અપરણિત હોવાથી હીરાભાઈ વણકરે તેમની પત્ની પૂનીબેન વણકરને મૃતકની પત્ની બનાવી વીમા કંપનીમાં વારસદાર તરીકે બતાવી ખોટી રીતે વીમા કંપની પાસેથી વધુ નાણાકીય લાભ મેળવવા મૃતકના સગાવ્હાલાઓ સાથે મળી ખોટા દસ્તાવેજ ઉભા કરી મૃતક યુવકના પિતા કોદરભાઈ પુંજાભાઈ વણકર (મરણજનાર) તેમનો પુત્ર અપરણિત હોવાછતાં પરણિત જણાવી તપાસના કામે પોલીસને ગેરમાર્ગે દોરી તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરી નાણાકીય લાભ મેળવવા ખોટા દસ્તાવેજો ઉભા કરવાનું કૌભાંડ  કોર્ટમાં અજાણ્યા શખ્શે કરેલી અરજીના લીધે પર્દાફાશ થતા ભારે ચકચાર મચી હતી.

માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.વાઘેલા ફરિયાદી બની ૧)હીરાભાઈ ગણેશભાઈ વણકર,૨)પૂનીબેન હીરાભાઈ વણકર , ૩)કોદરભાઈ પુંજાભાઈ વણકર(હયાત નથી) ત્રણે રહે,વણકરવાસ માલપુર અને ૪)ડાહ્યાભાઈ સાંકળાભાઈ રાવળ (રહે,રૂઘનાથપુરા-માલપુર) તથા તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ  ઇપીકો કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા