અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી વિવિધ ગ્રુપ સેવા સહકારી મંડળીઓમાં હોદ્દેદારો અને બેંકના કર્મચારીઓ સાથે મીલીભગત થી ખેડૂતોને ધિરાણ અને વ્યાજના નામે લૂંટાતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બહાર આવી હતી માલપુર તાલુકાના જાલમ ખાંટના મુવાડાની ગ્રુપ સેવા સહકારી મંડળી માંથી લોન લેનાર ખેડૂતોના નામે લોન કરતા બે થી ત્રણ ગણી રકમ ઉધારી લાખ્ખો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું ગામલોકાએ આક્ષેપ કરી બેંક નોટિસના પગલે ખેડૂતો દોડતા થયા હતા ન્યાયની માંગ સાથે માલપુર મામલતદાર,જીલ્લા રજીસ્ટ્રાર અને જીલ્લા અધી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી જિલ્લા નિવાસી નાયબ કલેકટર આર.જે.વલ્વીને ગ્રામજનો તેમજ ગ્રાહકોએ આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ખેડુતોને ધીરાણ કરતી મંડળીની રકમ મર્યાદા એક લાખ કરતા ઓછી હોય છે, અને તેમના ખાતામાં બે લાખ જેવી રકમ ઉધારવામાં આવી છે. સભાસદોના જણાવ્યા અનુસાર જે રકમ તેમના ખાતામાં ઉધારવામાં આવી છે, તે ધીરાણ કરતાં બમણી થી ચારગણી છે અને આટલી મોટી રકમનું ધીરાણ તેઓએ ક્યારે નથી લીધુ. સભાસદોને  લાગી રહ્યુ છે કે, તેમના સાથે વિશ્વાઘાત અને છેતરપીડી આચારવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા અધિક કલેક્ટરને રજૂઆત કરતાં તપાસ કરવાની હૈયા ધારણાં આપવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તેવા તાત્કાલીન સેક્રેટરી પ્રતાપભાઇ માલાભાઇ ખાંટ જાન્યુઆરી 2019 માં મૃત્યુ પામ્યા છે ત્યારે આ અંગે મંડળીના વહિવટકર્તા જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.સભાસદો જે લોન લીધેલ છે તે નાણાં ભરપાઇ કરવા તૈયાર છે પરંતુ બમણી થી ચાર ગણી રકમ ભરવા સક્ષમ નથી હાલ ધી સબારકાંઠા જિલ્લા સહકારી બેંક દ્રારા જે સભાસદોના નાણાં ભરપાઇ કરવાના બાકી છે તેમના નામે ધી જાલમખાંટ મુવાડા દુધ સહકારી મંડળીના દુધ સભાસદોના દર અઠવાડીએ ચુકવાતા નાણાં સ્થગીત કરવામાં આવતા સભાસદોની હાલત ખુબજ દયનીય થઇ ગઇ છે. સભાસદોએ માંગ કરી છે કે આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે નહીતર એ ના છુટકે તેમને ન્યાય ની માંગણી માટે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના પટાંગણમાં  શાંત સત્યાગ્રહ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.