ફટાફટ હેલ્થી અજમાના સ્વાદિષ્ટ પરાઠા બનાવો

December 27, 2021

શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે સવારમાં હાથ પણ કામ નથી કરતા અને આવી સ્થિતિમાં ગરમાગરમ નાસ્તો બનાવવો મુશ્કેલ છે. તેથી જ મોટાભાગની મહિલાઓ એવી રેસિપી શોધતી હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ હોય અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય. તો તમે ઘરે જ અજમાના પરાઠા બનાવી શકો છો. અજમાના પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે.

સામગ્રી

  • 11/2 કપ લોટ
  • 4 ચમચી અજમો
  • 2/3 લીલા મરચા જીણા સમારેલા
  • 1 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી અને સ્વાદ માટે મીઠું

રીત

સૌપ્રથમ ઘઉંના લોટને ચાળણીથી ચાળી લો. હવે લોટમાં અજમો અને કોથમીરને ઉમેરો. લોટમાં પાણી ઉમેરીને મસળી લો. પાણીની જગ્યાએ તમે દહીં પણ ઉમેરીને કણક ભેળવી શકો છો. તેનાથી કણક એકદમ નરમ બને છે. લોટ બાંધ્યા પછી તેની ઉપર લીલા મરચા મિક્સ કરો. કણક ભેળતી વખતે ક્યારેય લીલા મરચા ના ઉમેરવા નહિ તો તેનાથી તમારા હાથમાં બળતરા થશે. આ પછી 10 મિનિટ સુધી કણકને ઢાંકીને રાખો. પછી તમે તેમાંથી પરાઠા બનાવી શકો છો. જાે તમે લોટ ભેળતી વખતે તેમાં મીઠું નાખો છો તો તમે તેને ચા વગર પણ ખાઈ શકો છો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0