ગરવી તાકાત,મહેસાણા
રાજ્યમાં આવનારા સમયમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યના બન્ને રાજકીય પક્ષો તેમના સંગઠનના માળખામાં પરીવર્તનો કરી રહ્યા છે, આ અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ કોન્ગ્રેસ પાર્ટી દ્વારા માળખાકીય પરીવર્તન કરવામાં આવી રહ્યા છે. જેમાં મહેસાણા શહેર, વિજાપુર,ઉંઝા અને સતલાસણામાં નવા પ્રમુખોની નીમણુક કરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં પ્રવિણ પટેલ, વિજાપુરમાં લાલસિંહ રાઠોડ, ઉંઝામાં દશરથ ઝાલા અને સતલાસણામાં રોહીત દવે ને નવા શહેર પ્રમુખ તરીકે નીમણુક કરવામાં આવી છે. મહેસાણા જીલ્લા કોન્ગ્રેસ ઈન્ચાર્જ તરીકે અત્યારે રાજુ દરબાર કાર્યરત છે જેથી કોન્ગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ અગાઉ પણ મહેસાણા જીલ્લા કોન્ગ્રેસે જોટાણા તાલુકા પ્રમુખને બદલ્યા હતા.જેમાં પ્રભાતસિંહ સોલંકીને હટાવી તેમના સ્થાને મૃગેશ ચાવડાને પદ સોપવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો – રાજકોટ: હાર્દીક પટેલની હાજરીમાં ભાજપના કોર્પોરેટર દક્ષાબેન સહીત 20 સભ્યો કોન્ગ્રેસમાં જોડાયા
રાજ્યમાં આવનારા સમયમાં સ્થાનીક સ્વરાજની ચુંટણી યોજાવાની હોઈ મહેસાણા જીલ્લામાં 10 તાલુકા પંચાયતો,4 નગરપાલીકાઓ ની ચુટંણીમાં કોન્ગ્રેસ મજબુતીથી ચુંટણી લડી શકે એ માટે સંગઠન દ્વારા આ નીર્ણયો લેવામાં આવ્યા હતા.મહેસાણા જિલ્લા પંચાયત તથા વિજાપુર, જોટાણા, બેચરાજી, વિસનગર, મહેસાણા સહિતની તાલુકા પંચાયતના વહિવટમાં કોંગ્રેસ સત્તામાં છે.
મહેસાણા જિલ્લા પંચાયત અને વિજાપુર, ઊંઝા, ખેરાલુ, જોટાણા, બેચરાજી, મહેસાણા, વડનગર, સતલાસણા, કડી, વિસનગર તાલુકા પંચાયત ઉપરાંત મહેસાણા, કડી, વિસનગર અને ઊંઝા નગરપાલિકાની ચુંટણી આગામી વર્ષના જાન્યુઆરી- ફેબ્રુઆરી માસમાં યોજનાર છે. જેથી કોન્ગ્રેસ દ્વારા આ નિમણુકો કરવામાં આવી છે.