ગરવી તાકાત મહેસાણા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની ઉજવણી સંદર્ભે બેચરાજી તાલુકાની સુરપુરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વિજયકુમાર બી રાવળ દ્વારા પુલકિત જોશી લિખિત પુસ્તક ‘ગાંધી જીવનપથ’માં સમાવિષ્ટ બાપુના પ્રેરક પ્રસંગોનું વીડિયો રેકોર્ડિંગ કરી youtubeના માધ્યમથી તેનો પ્રચાર પ્રસાર કરી ગાંધી વિચારનો સંદેશો અનોખી રીતે હજારો લોકો સુધી પહોંચાડ્યો હતો.
જે બદલ કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના મદદનીશ સચિવશ્રી પુલકિત જોશી, મોટીવેશનલ સ્પીકર રજનીભાઈ તેમજ કાવેરી સ્કૂલના ફાઉન્ડેશનર કે.વી.પટેલની ઉપસ્થિતિમાં સદર શિક્ષકનું સન્માન કરવામાં આવેલું. આમ, ગાંધી જયંતીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલી.