મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લા નજીક આવેલા હથનૂર ડેમ વિસ્તારમાં માત્ર 24 કલાકમાં 472 મિ.મી વરસાદ વરસ્યો છે જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમ ઓવરફ્લો થતા ડેમના ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં

મહારાષ્ટ્રનાં જળગાંવ જિલ્લા નજીક આવેલા હથનૂર ડેમ વિસ્તારમાં માત્ર 24 કલાકમાં 472 મિ.મી વરસાદ વરસ્યો છે જેના કારણે હથનૂર ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમ ઓવરફ્લો થતા ડેમના ટોટલ 41 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.

એક સાથે ડેમના 41 દરવાજા ખોલી ડેમમાંથી 4,839 ક્યુસેક પાણી છોડાતા મહારાષ્ટ્ર અને ગુજરાતની તાપી નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરાયા છે. ડેમના પાણીના કારણે તાપી નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે મહારાષ્ટ્રના ધુલિયા, જળગાવ,નંદુરબાર અને ગુજરાતના સુરત, તાપીમાં નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ટેક્સા ચિખલદરા,બહાણપૂર,ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ આ વિસ્તારમાં 24 કલાકમાં 472 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

મહારાષ્ટ્રનાં તાપી અને પુર્ણા નદીમાં મોટા પ્રમાણમાં પુર આવ્યા. મોટા પ્રમાણમાં વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા. આ વરસાદી સિઝનમાં પહેલીવાર 41 દરવાજા ખોલવામા આવ્યા. મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીમાં પુર આવતાં હથનૂર ડેમના પાણી વધી જતાં 41 દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે. હથનૂર ડેમના અધિકારી કર્મચારીઓ ડેમ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મહારાષ્ટ્ર-ગુજરાત સીમા પર આવેલ હથનૂર ડેમનું પાણી હજુ ઉકાઈ ડેમમાં આવ્યું નથી.

જો કે ઉકાઈ ડેમના વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટી હાલ વધીને 282.43 ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 12,763 ક્યૂસેક જ્યારે જાવક 600 ક્યૂસેક છે. હથનૂરનું પાણી જેવું ઉકાઈ ડેમમાં આવશે કે સપાટીમાં સારો એવો વધારો નોંધાશે.

Contribute Your Support by Sharing this News: