બળાત્કાર આચરનાર મહંત

 જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે આવેલ ઉદાસીન આશ્રમના મહંત હરિદાસ બાપુએ અનુયાયી મહિલા પર બળાત્કાર ગુજાર્યાની નોંધાયેલી ફરિયાદ બાદ મહંતની ધરપકડ કરી પોલીસે જેલ હવાલે કર્યા છે.

જોડિયા તાલુકાના બાલંભા ગામે આવેલા ઉદાસીન આશ્રમના મહંત હરિદાસ બાપુએ ગત ફેબ્રુઆરી મહિનાની છઠ્ઠી તરીખના રોજ આશ્રમમાં જ બાલંભા ગામની એક મહિલાને રોકી સેવા કરવાના બાને તેણી સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ તાલુકા પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી હતી.


આ ફરિયાદના આધારે પોલીસે મહંત હરિદાસની ધરપકડ કરી પુછપરછ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આરોપી મહંતની કોર્ટ સમક્ષ રજૂ કરી જેલ હવાલે કર્યા છે. મહંતના જણાવ્યા અનુસાર પોતાના મગજ પરનો કાબુ ગુમાવી દઇ તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કબુલ્યું હતું.

Contribute Your Support by Sharing this News: