ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદમાં મહંત પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા અઢી વર્ષ થી મહંત સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ લગાવતા પોલીસએ ફરિયાદ નોંધી ને તપાસ શરૂ કરી છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલ એક મંદિરનાં મહંત વિરુદ્ધમાં એક યુવતી એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહંત નરેશ દાસ સામે યુવતીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા અઢી વર્ષ થી એટલે કે તે જ્યારે સગીર હતી ત્યાર થી આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.
જાે કે પરિવાર ની બદનામી ના થાય તે માટે તેને આ વાત કોઈને કરી ના હતી. પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે યુવતી સામે આવી અને પોક્સો ની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના આક્ષેપ મુજબ વર્ષ ૨૦૧૯માં સગીરા અમદાવાદમાં આરોપી નરેશ દાસના ભાણા સાથે રહી નોકરી ની શોધખોળ કરતી હતી, તે સમયે આરોપીએ તેના ભાણા સાથે લગ્નની લાલચ આપી, સાથે જ નોકરી અપાવવાનુંનું વચન આપી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.
બાદમાં સગીરા પોતાના પરિવાર પાસે જતી રહી હતી. જાે કે થોડા સમય બાદ તે પરત અમદાવાદ આવતા આરોપીએ ફરી એક વખત તેના સંપર્કમાં આવ્યો. અને અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બળાત્કારી મહંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અસારવા વિસ્તારના મહંતની કાળી કરતૂતો જ્યારે સામે આવી ત્યારે ટોળાએ તેને માર માર્યો હતો. જે અંગે શાહીબાગ પોલીસે એનસી ફરિયાદ લઈને કાર્યવાહી શરૂ કરી હતી. જાે કે પોલીસ તપાસમાં મહંત સામે બળાત્કારનો આરોપ હોવાનું સામે આવતા, પોલીસે તેની ધરપકડ કરી તેની વિરુદ્ધ પૂરતા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. .