અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી. લાશ પાસે મળેલી સુસાઇડ નોટમાં શિષ્ય આનંદ ગિરિ સહિત ઘણા લોકોના નામ હતા. નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિની ધરપકડ કરી લીધી છે. આનંદ ગિરિ વિરૂદ્ધ પ્રયાગરાજમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – CM નુ પદ છીનવાઈ જવાના ડરે શીવરાજ સીંહે મેરોથોન બેઠકો યોજી રહ્યા છે – અમીત શાહે રાકેશ સીંહના કર્યા હતા વખાણ !
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રયાગરાજના બાઘંબરી મઠ પહોંચી ગયા હતાં મુખ્યમંત્રીએ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના અંતિમ દર્શન કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પણ નરેન્દ્ર ગિરિના અંતિમ દર્શન કર્યા હતાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ‘અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજી મહારાજના નિધનથી ખૂબ દુખી છું અને અમે બધા તેનાથી વ્યથિત છીએ. સંત સમાજ અને યૂપી સરકાર તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયં ઉપસ્થિત થયો છું. વર્ષ 2019 માં કુંભના આયોજનમાં નરેન્દ્ર ગિરિજીનો સહયોગ મળ્યો હતો. આ ધાર્મિક અને આદ્યાત્મિક સમાજની અપૂરણીય ક્ષતિ છે.’ યોગી આદિત્યનાથે આગળ કહ્યું કે એક-એક ઘટનાનો પર્દાફાશ કરવામાં આવશે અને જે પણ દોષી હશે તેના વિરૂદ્ધ સખત કાર્યવાહી થશે.