કડી શહેરમાં આવેલ મહાદેવના મંદિર જય ભોલેના નાદ થી ગુંજી ઉઠ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા:  કડી તાલુકાના શિવાલયો મહા શિવરાત્રીના પર્વને લઈ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા  જ્યારે શિવ ભક્તોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહા શિવરાત્રી એટલે શિવજીનો મહિમા નો પર્વ આ પવિત્ર દીને શ્રદ્ધાળુઓ દ્વારા શિવજીની ઉપાસના સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
દેવાધિ દેવ મહાદેવના મહિમાવંતા મહાપર્વ મહાશિવરાત્રીની આજે સમગ્ર જિલ્લામાં શ્રધ્ધા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી ત્યારે કડી તાલુકા ના સમગ્ર પંથકના શિવાલયો વહેલી સવારથી હર હર… મહાદેવના જયઘોષ સાથે ગુંજી ઉઠયા હતા. જયારે ભક્તો એ ભગવાન ભોળા નાથ ને  બિલીપત્ર,પંચામૃત, કાળાતલ, ધતૂરાનું ફુલ ભગવાન શિવને અર્પણ કરી આરાધના કરવામાં આવી હતી. કડી માં આવેલ યવતેશ્વર મહાદેવ ખાતે ભગવાન ભોળા નાથ ની પરંપરાગત રીતે ધામ ધૂમ થી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.
કડી માં નિકળેલ પાલખી યાત્રા માં ભાવી ભક્તોએ અબીલ ગુલાલ તથા ફૂલો થી  નીકળેલી શિવજીની સવારી  ને સ્વાગત કરવામાં આવ્યું હતું.કડી માં આવેલ અલગ અલગ  વિસ્તારોમાં પાલખી યાત્રા ફરી હતી શોભાયાત્રા પરત આવ્યા બાદ મંદિરમાં રાત્રીના સમયે પૂજા-અર્ચના, અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરોમાં શિવજીને બટાકા અને શક્કરીયા ધરાવવામાં આવ્યા હતા. કડી માં આવેલ ઓગડનાથ મહાદેવ ખાતે પણ  મોટી સંખ્યામાં નગરજનોએ શિવજીના દર્શનનો લ્હાવો મેળવ્યો હતો.
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કડી શહેરમાં આવેલ મણિપુર માં આવેલ યવતેશ્વર મહાદેવ ખાતેથી પરંપરાગત રીતે સાંજે ચાર વાગે પાલખીયાત્રા નું પ્રસ્થાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મણિપુર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલ પાલખી યાત્રા કડીના અલગ-અલગ વિસ્તારમાં ફરી ત્યારે સમગ્ર પંથકમાં ભગવાન ના નાદ સાથે જાહેર માર્ગો ગુંજી ઉઠયા હતા અને આ પાલખીયાત્રામાં કડી એપી.એમ. સી ચેરમેન રાજુભાઈ પટેલ, ભાજપ જીલ્લા મહામંત્રી શૈલેષભાઈ પટેલ, કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ, કડી શહેર ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ અને મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતાં.
તસવિર અને આહેવાલ: જૈમિન સથવારા – કડી  
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.