ગરવીતાકાત,મહેસાણા: પોલીસ અધિક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ  નાઓએ પ્રોહીબિશનની હેરાફેરી તથા  ગેરકાયેસર વેચાણ અટકાવા સારૂ પ્રોહીબિશનની તથા જુગાર ની પ્રવુતિ આચરતા બુટલેગરો ઉપર અસરકારક રેઇડો કરી અસામાજીક પ્રવૃતિ ડામવા સારૂ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એસ. નિનામા એલ.સી.બી મહેસાણા નાઓને સૂચના કરેલ જે અનુસંધાને   એલ.સી.બી. સ્ટાફ ના માણસો ને જિલ્લા ના પો સ્ટે વિસ્તાર માં પ્રેટોલીગ રાખવા સૂચના આપેલ જે લગત સ્ટાફ ના માણસો ને ઉપરોક્ત કામગીરી કરવા સુચના આપતા આજરોજ એલ. સી.બી સ્ટાફ ના ASI હીરાજી, રત્નાભાઈ તથા હેડ કોન્સ રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ,મહેન્દ્રકુમાર, રશમેંન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ,પ્રકાશકુમાર વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો સાથે એલ સી બી ઓફીસ હાજર હતા દરમ્યાન સાથે ના હેડ કોન્સ મહેન્દ્રસિંહ,તથા રશમેન્દ્રસિંહ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મહેસાણા તાલુકા ના મગુના સિકોતર માતાજી ના મંદિર પાસે ખુલ્લી જગ્યા માં કેટલાક માણસો પેસા પાના થી જુગાર રમી રમાડે છે જે  હકીકત આધારે સદર જગ્યા ઉપર રેઇડ કરતા નીચે મુજબ ના માણસો પકડાઈ ગયેલ

ઝડપાયેલા જુગારિયા

 1. ઝાલા દિતુભા લક્ષમણસિંહ
 2. ઝાલા અનિલસિંહ શિવસિંહ
 3. ઝાલા જીતેન્દ્રસિંહ નાનુભા
 4. ઝાલા ભગુભા નાનુભા
 5. ઝાલા રણમલસિંહ    લક્ષમણસિંહ
 6. ઝાલા દાનભા વિરસિંહ રહે નંબર 1 થી 6 મગુના તા જી મહેસાણા
 7. નસીબખાન દરિયાખાન સિપાઈ રહે જોટાણા
 8. પટેલ નવીનભાઈ પરષોત્તમદાસ રહે બોદલા
 9. ઠાકોર નાગજીજી રૂપાજી રહે ટુડાલી
 10. હૈદરખાન@રાજુ અનવરખાંન રહે ટુડાલી
 11. પ્રજાપતિ કિરીટકુમાર@ટીકો ભીખાભાઇ રહે પીલુંદરા
 12. સુનિલકુમાર ગુલાબભાઈ સિંધી રહે મહેસાણા અબાજીપરા

વાળાઓ પાસે થી જુગારના સાધન સાહિત્ય તથા રોકડ રૂપિયા 27100/- સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.