લ્યો… હવે ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીની સાથે સાથે, બ્રાન્ડેડ કંપીનીના ભેળસેળયુક્ત સિમેન્ટના વેપલાનો પર્દાફાશ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ખાદ્ય સામગ્રીમાં ભેળસેળથી પણ ન ધરાતાં લે-ભાગુ તત્વો હવે બ્રાન્ડેડ સિમેન્ટ, બ્રાન્ડેડ પીવીસીની નકલી પાઇપોનું વેચાણ કરી ખુલ્લો પડકાર ફેકી રહ્યાં છે 

ગુજરાતમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળની સાથે સાથે હવે બ્રાન્ડેડ કંપનીના નામે વેચાય છે નકલી સિમેન્ટ

તાજેતરમાં મહેસાણામાંથી બ્રાન્ડ કંપનીની પીવીસી પાઇપો પર નકલી બ્રાન્ડના સ્ટીકર લગાવી મોંઘા ભાવે વેચાતી હોવાનો પર્દાફાશ થયો હતો 

ગરવી તાકાત, રાજકોટ તા. 23 – બ્રાન્ડેડ વસ્તુના નામે નકલી માલ પધરાવી દેવાતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે એસઓજીની ટીમે શહેરમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બેગમાં નકલી સિમેન્ટ ભરી તેનું વેચાણ થતું હોય તેવી બાતમી મળતા આખું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. જેમાં આરોપી પ્રશાંત ચીમન મારુ (ઉ.વ.38, રહે. સોમનાથ સોસાયટી શેરી નં.3, ટેલિફોન એક્સચેન્જ સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ)ની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી આ નકલી સિમેન્ટ ઝૂંપડપટ્ટીઓ અને પછાત વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતો હતો.

મહારાષ્ટ્રની ટોર્ક ડિટેક્ટિવ કંપનીમાં સર્ચિંગ ઓફિસર તરીકે નોકરી કરતા નીતિન નારાયણભાઈ ઠાકરે (ઉ.વ.45, રહે. કોલાર રોડ, ભોપાલ)ની ફરિયાદ પરથી ડીસીબી પોલીસ મથકે આરોપી સામે આઇપીસી 420, 482, 486, 487, ટ્રેડ માર્ક એડ 103, કોપોરાઈટ એકટ 63 મુજબ ગુનો નોંધ્યો છે. નીતિન ઠાકરેએ જણાવ્યું કે, તેની કંપનીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સાથે છેતરપિંડીને લગતા ગુનાઓની તપાસ અને કાર્યવાહી કરવા અંગેના કરાર કરેલ છે. ગત રોજ રાજકોટના ઘંટેશ્વર 25 વારિયાના ક્વાર્ટર નં.1452ની સામેના વંડામાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની બેગમાં પ્રશાંત મારૂ નામનો શખ્સ હલકી ગુણવત્તાનો સિમેન્ટ ભરી વેચાણ કરે છે તેવી માહિતી મળી હતી.

એસઓજી પીઆઈ જે.ડી. ઝાલાને આ અંગે માહિતી આપતા એસઓજી ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કરતા પોલીસને સાથે રાખી દરોડો પાડયો હતો. ત્યાં આરોપી પ્રશાંત મળી આવ્યો હતો. તપાસ કરતા એક ઓરડીમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની ભરેલી 33 બેગ અને ખાલી 80 થેલી મળી આવેલ. સિમેન્ટ થેલી સિવવાના ત્રણ સિલાઈ મશીન, વજનકાંટો, તગારુ, ચાળણો વગેરે મળી રૂ.61,975નો મુદ્દામાલ મળી આવેલ જે કબ્જે કરાયો હતો.

આરોપીની પૂછપરછમાં તે રેતી- કપચીનો કરતો હોવાનું જણાવેલ. વંડો તેણે 8 મહિના પહેલા ભાડે રાખ્યો હતો. તે બજારમાં 150 રૂપિયામાં મળતી હલકી ગુણવત્તાની સિમેન્ટ લઈ આવતો. તેમાં રાખ અને રેતી ભેળવી અલ્ટ્રાટેક સિમેન્ટની 50 કિ.ગ્રા.ની ત્રણ બેગમાં ભરતો. કોઈ બાંધકામ સાઇટમાં વેચે તો પકડાઈ જવાનો ડર રહે. જેથી તે પછાત વિસ્તારમાં એને ઝૂંપડપટ્ટીમાં અને પછાત વિસ્તારમાં સિમેન્ટની થેલીઓ વેચતો. અલ્ટ્રાટ્રેક સિમેન્ટની ઓરીજીનલ બેગ કરતા 100 રૂપિયા ઓછા લેતો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ રવિભાઈ વાંક, હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ખેંગારભાઈ, અજયભાઈ ચૌહાણ, અરુણભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી.

થેલીઓમાં નકલી સિમેન્ટ ભરતા હોવાનું સામે આવ્યું
રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સને જેનું નામ છે પ્રશાંત મારૂં. પ્રશાંત મારૂં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતો અને જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક ડેલો ભાડે રાખી નકલી સિમેન્ટ વેંચવાનું કારસ્તાન ચલાવતો હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ACP ભાર્ગવ પંડ્યાએ માહિતી આપતા કહ્યું હતું કે, રાજકોટ SOG પોલીસને માહિતી મળી હતી કે, ઘંટેશ્વર નજીક અલ્ટ્રાટેક કંપનીની સિમેન્ટની થેલીમાં નકલી સિમેન્ટ ભરી વેન્ચવામાં આવે છે. જેથી અલ્ટ્રાટેક કંપનીના અધિકારીઓને સાથે રાખીને દરોડો કર્યો હતો. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં નકલી સિમેન્ટ ભરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 33 ભરેલી સિમેન્ટની થેલીઓ, અલ્ટ્રાટેક કંપનીની 80 ખાલી થેલીઓ સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ધરપકડ કરી હતી.

કેવી રીતે આચરતા કારસ્તાન?
આરોપી પ્રશાંત ભંગારના ડેલામાંથી અલ્ટ્રાટેક સિમેન્ટની સારી ક્વોલિટીની ખાલી થેલીઓ એકત્ર કરતો હતો અને પોતાના ડેલામાં નકલી સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટની થેલીઓમાં ભરીને બજાર કિંમતે વેંચતો હોવાનું સામે આવ્યું હતું. કંપનીની જેમ જ સિલાઈ મશીન થી થેલીઓમાં સિલાઈ પણ કરતો હોવાનું સામે આવ્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.