ગુજરાત-રાજેસ્થાન બોર્ડર પર અકસ્માત સર્જાતા લક્ઝરી પલ્ટી મારી ગઈ, 1નુ મોત, 7 ઘાયલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં ચોમાસામાં અકસ્માતના કિસ્સા વધી રહ્યાં છે. રસ્તો ભીનો હોવાથી ગાડી સ્લીપ ખાઈ જવાથી અકસ્માતો વધે છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પસાર થઈ રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં એક મુસાફરનું મોત નિપજ્યુ છે. તો 7 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો – રાજકોટમાં અનેક લુંટ ચલાવનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

મોડી રાત્રે એક લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં ૧ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તથા બસમાં સવાર ૭ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.