— અલ્પેશ પુરબિયાની આત્મહત્યાને લઇને શહેર કોટડા પોલીસે ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે મૃતક અલ્પેશનો મિત્ર અમિતની પત્ની સાથે અલ્પેશના આડાસંબંધ તમામ બાબતોના પુરાવા સિદ્ધાર્થ પાસે હતા અને તે પુરાવાના આધારે બ્લેકમેલ કરતો હતો.
શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિત્રતાના સંબંધ પર લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. મિત્રના માનસિક ત્રાસથી કંટાળીને બાળપણના લંગોટીયા મિત્ર એ ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે. ઉલ્લેખનીય છે કે બાળપણના મિત્ર એ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા પાછળના કારણો જણાવ્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના અશોક મિલ BRTS બસ સ્ટેન્ડ ની પાસે આવેલ બંસીની ચાલીમાં બનેલી આ ઘટનાને સાંભળીને મિત્રતાના પવિત્ર સંબંધ પર તમને પણ સવાલો ઊભા થશે. આ ઘટનામાં સિદ્ધાર્થ , અમિત અને મૃતક મિત્ર અલ્પેશની કહાની છે. અત્યાર સુધી હંમેશાં ખભા સાથે ખભો મિલાવીને મિત્રોના મિત્રતાની વાતો પર લોકો અને પરિવારજનો ગર્વ અનુભવતા હતા, ત્યારે આજે મિત્રના મિત્રતા ના પવિત્ર સંબધો પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બાળપણની મિત્રતામાં એવી તો શું તિરાડ પડી કે આજે એ જ પરિવાર મિત્રતાનાં સંબંધની કોષી રહ્યું છે.
(ન્યુઝ એજન્સી)