ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ  દ્વારા જારી કરાયેલા નવીનતમ ટેન્ડર વિરુદ્ધ ગુરુવારે પૂર્વોત્તરના રાજ્યોના એલપીજી ટ્રાન્સપોર્ટરોનુ મંડળ ગુરુવારથી અનિશ્ચિત હડતાલ પર ઉતરી ગયા છે.વેપારીઓને બોટલિંગ પ્લાન્ટમાંથી સિલિન્ડરનો સપ્લાય કરનાર નોર્થ ઇસ્ટ પેક્ડ એલપીજી ટ્રાન્સપોર્ટર એસોસિએશન  ગુવાહાટીને બદલે કોલકાતાથી ટેન્ડર બહાર પાડવાનો વિરોધ કરી રહ્યા છે, અને માંગ કરી રહ્યા છે કે હાલના દરોમાં ઘટાડો કરે છે.

આ પણ વાંચો – “ડોલી કિટ્ટી ઓર વો ચમકતે સીતારે” નેટફ્લીક્સ પર એકતા કપુર વધુ એક ફિલ્મ

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, હડતાલની અસરથી કંપનીના 10 બોટલિંગ પ્લાન્ટ્સમાં ભરાયેલા સિલિન્ડરોના પરિવહન અને સપ્લાય પર અસર થઈ છે અને આગામી દિવસોમાં ડિસ્ટ્રિબ્યુટરના છૂટક વેચાણ પર પણ અસર પડે તેવી સંભાવના છે. આ હડતાલથી 8000 ટ્રકોનુ સંચાલન બંદ થઈ ગયુ છે. પરિવહનકારોની હડતાલ ના કારણે  ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ના ગુવાહાટીની સીમા પરનો મિર્ઝા પ્લાન્ટ, ઉત્તર ગુવાહાટીનો પ્લાન્ટ, પશ્ચિમ આસામના બોંગાઇગાં, ટીનસુકિયામાં ગોપીનારી પ્લાન્ટ, મણિપુરમાં સેકમાઇ પ્લાન્ટ, નાગાલેન્ડ અને અગરતલા પ્લાન્ટ બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો – ઉંઝામાં ઉમીયામાતાના મંદિરે 7.50 કરોડના ખર્ચે બનેલ યાત્રી ભવન અને દ્વારનુ નિતીન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ

છેલ્લા બે વર્ષથી તેમનો વિરોધ અને માંગ ચાલી રહી છે, કારણ કે ટેન્ડર પ્રક્રિયા ગુવાહાટીથી કોલકાતામાં સ્થળાંતર કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટર સંઘનુ કહેવુ છે કે તેમની પાસે તેમની માંગણીઓ સંમત થાય તે માટે અનિશ્ચિત હડતાલ પર જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, કેમ કે આજ સુધી તેમની માંગણીઓ સાંભળવામાં આવી ન હતી.ટેન્ડર પ્રક્રિયાને ગુવાહાટીથી કોલકાતા ખસેડાયા બાદ, ખૂબ ટૂંકી સૂચના પર તેમને કોલકાતા બોલાવવામાં આવ્યા હતા, તથા આક્ષેપો થઈ રહ્યા છે કે ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સપોર્ટર્સને ટ્રક દીઠ 306 ની સામે 342 એલપીજી સિલિન્ડર લોડ કરવા દબાણ કરે છે.

આ પણ વાંચો – ભારતમાં ફાર્માસ્યુટેકલ કંપનીઓ આર્થીક રીતે વધુ ડેવલોપ થશે

સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, વર્તમાન કોવિડ -19 રોગચાળોની સ્થિતિમાં, આઇઓસીએલ ટ્રાન્સપોર્ટરોને 10 વ્હીલ ટ્રક સાથે સિક્સ-વ્હીલ ટ્રકને બદલવા જણાવ્યું છે. ઉત્તર-પૂર્વના ડુંગરાળ વિસ્તારોમાં એલપીજી સિલિન્ડરના ભારે ભાર સાથે 10 વ્હીલ ટ્રકોનું સંચાલન એક મોટું જોખમ છે. આઈઓસીએલએ પીટીઆઈને જણાવ્યુ છે કે, અમને કોઈ હડતાલની નોટિસ મળી નથી અને એલપીજી એ એક આવશ્યક ચીજ છે, કોઈપણ સૂચના વિના હડતાલ પર ઉતરવું કાયદાની વિરુદ્ધ હશે.’ તેમણે એમ પણ કહ્યું કે હાલમાં બજારમાં ઘરેલું એલપીજીની અછત નથી. 

Contribute Your Support by Sharing this News: