ગરવી તાકાત મહેસાણા : મહેસાણા ખાતે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળી. મહેસાણા બાયપાસ હાઈવે ઉપર ઈસ્કોન સર્કલ સ્થિત ઈસ્કોન મંદિરના ઉપક્રમે આ રથયાત્રા નીકળી હતી. મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટથી બપોરે 3.30 કલાકે આ રથયાત્રાનો પ્રારંભ કરાયો. મોઢેરા સર્કલ થઈ ભમ્મરીયાનાળું, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળું
અને વાયા રાધનપુર સર્કલથી ઉમંગપાર્ટી પ્લોટ જઈ આ રથયાત્રા પરત ફરશે. ઈસ્કોન મંદિરના અદવેત આચાર્યના જણાવ્યા અનુસાર જગન્નાથ ભગવાનની અષાઢી બીજે પ્રથમવાર આ રથયાત્રામાં સેંકડો શહેરીજનો જોડાયા.
અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે રથમાં સવાર થઈ ભકતોને દર્શન આપી તેમને કૃતાર્થી કરે છે. સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરાયો કે, સૌભાગ્યશાળી વ્યકિત જ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથના રથને દોરીથી ખેંચવાનો મોકો મેળવે છે. ઈસ્કોન મંદિર તરફથી ગૌશાળાનો નિર્વાહ ચલાવે અને મંદિરના પ્રાંગણમાં જ શહેરની ભીડભાડથી દૂર ઈસ્કોન અતિથિગૃહને સગવડ પણ આપે છે.
શુક્રવારના રોજ શહેરના મુખ્ય રાજમાર્ગો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરેના નાદથી ગૂંજી ઉઠયા. મહેસાણામાં અષાઢી બીજે આ પ્રથમ રથયાત્રા નીકળી