— પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું :
ગરવી તાકાત મહેસાણા : કડી વડવાળા હનુમાનદાદા મંદિર પાસે આવેલ ભીમનાથ મુક્તિધામ ખાતે મણિપુર પાર્ટી સમસ્ત પાટીદાર પરિવાર તથા કડી નગરપાલિકા તથા સર્વે દાતાશ્રીઓ ના શ્રેષ્ઠ સહયોગથી નવનિર્મિત ભીમનાથ મુક્તિધામ સેવા સુવિધા દેવી-દેવતાઓની પ્રતિમાં અનાવરણ તથા બળદેવભાઈ નાગરદાસ પટેલ પરીવાર પ્રવેશદ્વારના લોકાપર્ણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું
કડી શહેરનું સ્મશાન વર્ષોથી કેટલાક સેવકો દ્વારા અને દાતાઓ દ્વારા સુંદર આયોજન થી ચાલતું આવ્યું છે ભીમનાથ મુકિત ધામ જોઈએ તો એક પ્રવાસન સ્થળ જેવું સુંદર અને આકર્ષક લાગે તેવુ હાલ જોવા મળી રહ્યું છે
જેમાં કડી ના અનેક દાતાશ્રી લોકોના સહયોગ વડે આ સ્મશાન નું સુંદર આયોજન થઈ રહ્યું છે. જેમાં કેટલાક લોકો અને સમાજના આગવાનો દ્વારા લાકડા થી લઈને અનેક વસ્તુનું દાન કરતા આવ્યા છે
કોરોના કાળ માં અનેક લોકોના સ્મશાન માં કોરોના મૃતક ને અગ્નિ દાહ આપવામાં આવ્યા છે અને આ સંસ્થા દ્વારા કોરોના કાળ દરમિયાન અનેક લોકોને સેવા માં મદદ રૂપ બન્યા છે. અને આ ભીમનાથ મુક્તિધામ ખાતે ઇલેક્ટ્રિક સગડી વાળું સ્મશાન ની પણ સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે .જેમાં ઝડપી થી અને લાકડા વગર મૃતદેહ ને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે
કડી માં આવેલ ભીમનાથ મુક્તિધામ ખાતે મણિપુર પાર્ટી સમસ્ત પાટીદાર પરીવાર તથા કડી ના દાતાશ્રીઓ દ્ધારા આ ભીમનાથ મુક્તિધામ ખાતે મુખ્ય પ્રવેશદ્વાર તથા પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું. અને લોકાપર્ણ કાર્યક્ર્મ બાદ કડી ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે સમારંભ યોજાયો હતો જેમાં દીપ પ્રાગટય કરીને દાતાશ્રીઓ નું સમાજ ના આગેવાનો દ્ધારા સનમાન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ પ્રસંગે કડી ના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, પ્રજાપતી બ્રહ્માકુમારી કેન્દ્ર – કડી તથા સમાજ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી